અમરેલી કોંગ્રેસમાં પડ્યું મોટુ ગાબડું, આ દિગ્ગજોએ BJPનો કેસરિયો ધારણ કર્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમરેલીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની પાર્ટીમાં સતત ભંગાણ પડી રહ્યું છે. પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીના ગઢમાં ગાબડુ પડ્યું છે. નોંધનીય છે કે અત્યારે 3 કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે. ઉલ્લેખનીય છે કે આ સમયે વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં સતત ભંગાણ પડતા પાર્ટીને મોટો ફટકો પડી શકે છે.

અમરેલી કોંગ્રેસમાં સતત ભંગાણ
બગસરા તાલુકા પંચાયતના 2 સભ્યો સહિત 3 કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે. આ દરમિયાન તમામ કાર્યકર્તાઓએ ભાજપના કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયાએ ભાજપનો ખેસ પહેરાવ્યો હતો. અત્યારે ભાજપમાં જોડાઈ જતા રાજકારણ ગરમાયું હતું.

ADVERTISEMENT

ભાજપનો આંતરિક વિવાદ બહાર આવ્યો?
ડાંગ જિલ્લામાં ભાજપના યુવા મોરચાના પ્રમુખ જિગ્નેશ ભોયે સહિત 13 કાર્યકર્તાઓએ ભાજપ પ્રમુખ દશરથ પવારને રાજીનામું સોંપી દીધું છે. કાર્યકર્તાઓએ જણાવ્યું કે તેઓ છેલ્લા 12 વર્ષથી પાર્ટીમાં સક્રિય હતા અને કાર્ય કરતા આવ્યા છે. પરંતુ પાર્ટી તરફથી તેમને જોઈએ એટલું માન સન્માન મળી રહ્યું નથી. આ કારણોસર તેમણે રાજીનામુ સોંપી દીધું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે.

With Input- હિરેન રવિયા

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT