જ્ઞાન સહાયક અને ખેલ સહાયકના નામે કોન્ટ્રાક્ટ ભરતીનો ‘આપ’ના તમામ ધારાસભ્યો દ્વારા વિધાનસભા ગૃહ સામે વિરોધ
Gandhinagar News: ગુજરાત વિધાનસભા બહાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પૂતળા સમક્ષ આમ આદમી પાર્ટી (AAP)ના તમામ પાંચ ધારાસભ્યોએ જ્ઞાન સહાયક (Gyan Sahayak) અને ખેલ સહાયક (Khel…
ADVERTISEMENT
Gandhinagar News: ગુજરાત વિધાનસભા બહાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પૂતળા સમક્ષ આમ આદમી પાર્ટી (AAP)ના તમામ પાંચ ધારાસભ્યોએ જ્ઞાન સહાયક (Gyan Sahayak) અને ખેલ સહાયક (Khel Sahayak)ના નામે જે કોન્ટ્રાક્ટ ભરતી શરૂ કરવાની વાત સરકારે કરી છે, તેનો શાંતિપૂર્ણ રીતે વિરોધ કર્યો હતો. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે, ભાજપ સરકાર TET, TAT પાસ ઉમેદવારોની જ્ઞાન સહાયક અને ખેલ સહાયકના નામે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ભરતી કરી રહી છે, તેનો અમે આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યો વિરોધ કરીએ છીએ. અમે સરકારને કહેવા માંગીએ છીએ કે 2015 થી TAS આધારિત પ્રવાસી શિક્ષકોનું જે શિક્ષણ કાર્ય ચાલે છે તે બંધ થવું જોઈએ. અને તમામ TET, TAT પાસ ઉમેદવારોની કાયમી ધોરણે ભરતી કરવી જોઈએ એવી અમારી માંગણી છે.
વર્ષો મહેનત કરી સરકારી નોકરી મેળવવાનું સપનું જોયું અને હવે…
તેમણે કહ્યું કે, વર્ષો સુધી મહેનત કરીને સરકારી નોકરી મેળવવાનું જે સપનું યુવાનોએ જોયું હતું, તે સપનાને તોડી નાખવામાં આવ્યું છે અને તેમના ભવિષ્યને અંધકારમય બનાવવામાં આવ્યું છે. સરકારની વયમર્યાદાની નીતિના કારણે પણ ઘણા યુવાઓનું ભવિષ્ય રોળાઈ ગયું છે. આપણે વિશ્વગુરુ બનવાની વાત કરી રહ્યા છીએ, ત્યારે યુવાનોને કાયમી નોકરી મળે એ માટે સરકારે પ્રયત્ન કરવા જોઈએ. જો શિક્ષકોની ભરતી કોન્ટ્રાક આધારિત થશે તો બાળકોના ભવિષ્યનું શું થશે? બાળકોના ભવિષ્ય માટે અને શિક્ષકોના પણ ભવિષ્ય માટે તેમની કાયમી ભરતી કરવામાં આવે તેવી અમારી માંગણી છે.
ગુજરાતના આ જિલ્લાઓને હવે મળશે 10 કલાક વીજળી, ખેડૂતો માટે સરકારે જાહેર કર્યા આ બે નિર્ણયો
યુવાનોને સાથે રાખી શરૂ કરાશે આંદોલન
જો સરકાર 15 દિવસમાં નહીં જાગે તો ખૂબ મોટા પ્રમાણમાં વિધાનસભા ગૃહની સામે ખૂબ જ મોટું આંદોલન શરૂ કરવામાં આવશે. આંદોલનમાં ગુજરાતના શિક્ષણ જગત સાથે જોડાયેલા તમામ યુવાઓને સાથે રાખીને શરૂ કરવામાં આવશે. માટે અમે સરકાર સમક્ષ માંગ કરીએ છીએ કે આવનારા સમયમાં અમારે યુવાનો સાથે મળીને કોઈપણ આંદોલન ન કરવું પડે એ માટે તાત્કાલિક ધોરણે જ્ઞાન સહાયક અને ખેલ સહાયકની ભરતી રદ કરીને કાયમી ધોરણે શિક્ષકોની ભરતી કરવામાં આવે.
ADVERTISEMENT
ADVERTISEMENT