અમદાવાદમાં એક જ માવઠામાં ભ્રષ્ટાચારના ભૂવા ચાડી ખાવા લાગ્યાઃ Video
અમદાવાદઃ અમદાવાદમાં ઠેરઠેર રોડની કામગીરીથી લઈને બ્રિજના મામલાઓમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ કોર્પોરેશન દ્વારા પ્રિમોન્સૂન પ્લાનની કામગીરીઓમાં કરોડો રૂપિયાનો ધૂમાડો કરી…
ADVERTISEMENT
અમદાવાદઃ અમદાવાદમાં ઠેરઠેર રોડની કામગીરીથી લઈને બ્રિજના મામલાઓમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ કોર્પોરેશન દ્વારા પ્રિમોન્સૂન પ્લાનની કામગીરીઓમાં કરોડો રૂપિયાનો ધૂમાડો કરી દેવાય છે છતા ઘણી ઘટનાઓ એવી બને છે જે આ મામલાઓની અલગ જ રીતે ચાડી ખાતી નજરે પડી રહી છે. આવી જ એક ઘટના જ્યારે અમદાવાદમાં અચાનક વાતાવરણ પલટાયું ત્યારે એક જ વરસાદમાં મક્તમપુરા વિસ્તારમાં જોવા મળી હતી.
નીતિ આયોગની બેઠકમાં 11 મુખ્યમંત્રીઓએ હાજરી ના આપી, નીતિશ-મમતા સહિતના આ નેતાઓએ અંતર રાખ્યું
AMC પહેલા જ વરસાદમાં શરમજનક સ્થિતિમાં
અમદાવાદના મક્તમપુરા વિસ્તારમાં એક જ વરસાદમાં એવો મોટો ભૂવો પડી ગયો હતો. ભૂવામાં એક વ્યક્તિની આખે આખી કાર જ તેમાં ગરકાવ થઈ ગઈ હતી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ ઘટના મક્તમપુરા કેનાલ પાસે અંબર ટાવર સામેના રસ્તા પર બની હતી. આ કાર અબ્દુલ રઉફ શેખ નામના વ્યક્તિ ગાડી હોવાનું સામે આવ્યું છે. હજુ તો ચોમાસું શરૂ નથી થયું ત્યાં શહેરમાં એક જ ઝાપ્ટામાં તંત્રની પોલ વરસાદે ખોલી નાખી હતી. રોડ રસ્તા તો ધોવાવા જ લાગ્યા હતા ત્યાં ભૂવો પડી જવાની ઘટનાએ એએમસીને હાસ્યાસ્પદ અવસ્થામાં મુકી દીધી હતી. બીજે દિવસે પણ આ ભુવો એ જ સ્થિતિમાં હતો. જોકે મોડી સવારે કાર બહાર કાઢી લેવાઈ હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT