ભાજપના ગઢ નવસારીમાં AAP નું સફળ ઓપરેશન, આદિવાસી સમાજના આગેવાનો આપમાં જોડાયા
રોનક જાની, નવસારી : વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા દક્ષિણ ગુજરાતની રાજનીતિમાં ઘણાં મોટા ફેરફાર થઈ રહ્યા છે. નવસારીના ચીખલી અને વાંસદા સહિત ડાંગ જિલ્લામાં ભાજપ…
ADVERTISEMENT
રોનક જાની, નવસારી : વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા દક્ષિણ ગુજરાતની રાજનીતિમાં ઘણાં મોટા ફેરફાર થઈ રહ્યા છે. નવસારીના ચીખલી અને વાંસદા સહિત ડાંગ જિલ્લામાં ભાજપ સામે એમ માત્ર કોંગ્રેસ પાર્ટીમાં હતી જ્યારે હવે આમ આદમી પાર્ટી પણ ખૂબ સક્રિય બની છે. આદિવાસી વિસ્તારોમાં ભાજપને પડકાર સાથે અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે. પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા નવસારીમાં વેપારી સંવાદ કર્યા બાદ ફરી એકવાર પરિવર્તન સભા કરી રહ્યા છે. અને વિવિધ સમાજના લોકોને પોતાની સાથે જોડી રહ્યા છે.
કોળી સમાજ અને બ્રાહ્મણ સમાજના આગેવાન આપનો ખેસ પહેર્યો
કોળી પટેલ સમાજના વર્ચસ્વ વાળી નવસારી વિધાનસભા બેઠક ઉપર પણ આપ એ ઝાડુ ફેરવ્યું. આપના નેતા મનોજ સોરઠીયાના હસ્તે કોળી સમાજના આગેવાનો ને પોતાની સાથે જોડવામાં તેમને સફળતા મળી છે. સાથે કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા, અન્ય ભાસાભાષી સેલના પ્રમુખ, બ્રાહ્મણ સમાજના આગેવાન અને નવસારી હોટેલ એસોસિએશનના પ્રમુખ એવા સુરેશભાઈ પાંડે એ પણ આપનો ખેસ પહેરી લીધો છે.
આદિવાસી સમાજના આગેવાનો પણ આપ સાથે
નવસારીના આદિવાસી સમાજના પ્રભુત્વ વાળા મત વિસ્તાર ચીખલીના સુરખાઈ ખાતે મંગળવારે ગોપાલ ઇટાલિયાએ પરિવર્તન સભા સંબોધી હતી. આ સભામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જેમાં મુખ્ય બિટીએસના પ્રદેશ મહામંત્રી પંકજ એલ પટેલ અને નવસારી જિલ્લા બિટીએસ પ્રમુખ સહિતના આગેવાનો આપમાં જોડાયા હતા.
ADVERTISEMENT
પાર તાપી લિંક પ્રોજેકટ વિરોધના નેતા એ પણ આપ નો ખેશ પહેર્યો
ડાંગ જિલ્લાના સામાજિક આગેવાન એવા એડવોકેટ સુનિલ ગામીત પણ આપ સાથે જોડાયા છે. સુનિલ ગામીત પાર તાપી નર્મદા લિંક પ્રોજેકટ ના વિરોધ માટેના આંદોલન બાદ ચર્ચામાં આવ્યા છે. જેઓ આદિવાસી હક અને અધિકાર માટે પહેલેથી લોકોને જાગૃત કરી સરકાર સામે લડી રહ્યા છે. સુનિલ ગામીતે આદિવાસી ઓને સંબોધતા કહ્યું હતું કે આદિવાસીના મૂળ પ્રશ્ન પેસા એકટ અને અનુસૂચિ પાંચ માટે કેજરીવાલને સાથ આપવો જોઈએ. લોકો પાસે “એક મોકો કેજરીવાલે” ને એવા સુત્રોચાર કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT