કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ગુલામ નબી આઝાદ પર કાઢી ભડાસ, કહ્યું તે સંજય ગાંધીના ચમચા હતા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: કોંગ્રેસના વરિસ્ઠ નેતા ગુલામ નબી ગુલામ નબી આઝાદે આજે કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડ્યો છે. ગુલામ નબીને લઈને કોંગ્રેસના નેતાઓ લાલઘૂમ થયા છે. આઝાદે લખેલા રાજીનામામાં રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે રાહુલ ગાંધી ચમચાઓથી ઘેરાયેલા છે. ત્યારે આ વાતને લઈને રાજકારણ ગરમાયું છે. ગુજરાત કોંગ્રેસના ઓબ્ઝર્વર  અશોક ગેહલોતે કહ્યું કે તે સંજય ગાંધીના ચમચા હતા.

સંજય ગાંધીના ચમચા હતા ગુલામ
ગુલામ નબીના રાજીનામાંને લઈને રાજકારણ ગરમાયુ છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના ઓબ્ઝર્વર અશોક ગેહલોતે ગુલામ નબી આઝાદ પર આકરા પ્રહાર કરીને તેમને સંજય ગાંધીના ચમચા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, સંજય ગાંધી વખતે ગુલામ નબી સૌથી મોટા ચમચા માનવામાં આવતા હતા.

કોંગ્રેસે તમામ હોદ્દા આપ્યા
ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડીયાએ ગુલામ નબીના રાજીનામાં અંગે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે, ભારતના બંધારણમાં અને કોંગ્રેસના બંધારણમાં જેટલા પણ હોદ્દા છે તે તમામ હોદ્દા કોંગ્રેસે ગુલામ નબી આઝાદને આપ્યા છે. કોંગ્રેસના મુખ્ય આગેવાન પૈકીના એક હતા. નિર્ણય લેવામાં તેઓ હતા, જીવનમાં લાલ લાઈટ વાળી ગાડી વગર રહ્યા નથી. તમામ વિરોધ પક્ષ ભાજપની તાનાશાહી સામે લડવા એક થયા છે. ત્યારે ટુંકા સ્વાર્થ માટે પક્ષ છોડ્યો છે તે વ્યાજબી નથી તેમની વાતમાં કોઈ તથ્ય નથી.

ADVERTISEMENT

ગુલામ નબી આઝાદે પાચ પેજનું રાજીનામું સોનિયા ગાંધીને મોકલ્યુ છે. આ  રાજીનામામાં લખ્યું છે કે,  ખૂબ અફસોસ અને લાગણી સાથે મેં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથેનો મારો અડધી સદીનો સંબંધ તોડવાનો નિર્ણય કર્યો છે. ગુલામ નબી આઝાદે કહ્યું છે, ભારત જોડો યાત્રાની જગ્યાએ કોંગ્રેસ જોડો યાત્રા કાઢવાની જરૂર છે. આમ છેલ્લા ઘણાં સમયથી નારાજ ગુલામ નબી આઝાદે કોંગ્રેસમાંથી રાજીનામું આપી  દીધું છે અને હવે નવો પક્ષ બનાવશે.

    follow whatsapp

    ADVERTISEMENT