AAPનું મિશન ગુજરાત: વિધાનસભા ચૂંટણી માટે આજે AAP ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે રાજકીટ પાર્ટીઓ દ્વારા ચૂંટણીની પૂરજોશમાં તૈયારી કરવામાં આવી રહી છે. આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ સૌથી પહેલા ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. ત્યારે AAPએ આજે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરવાની જાહેરાત કરી છે.

આમ આદમી પાર્ટી દ્વારા આજે આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરશે. આ અંગે બપોરે 1 વાગ્યે જાહેરાત કરવામાં આવશે. આમ આદમી પાર્ટી દ્વારા અત્યાર સુધીમાં બે યાદીમાં કુલ 19 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ચૂકી છે. જેમાં પહેલી યાદીમાં 10 અને બીજી યાદીમાં 9 ઉમેદવારોની જાહેરાત કરાઈ હતી. એવામાં આજે પાર્ટી કઈ-કઈ બેઠક પરથી કેટલા ઉમેદવારોના નામ જાહેર કરે છે તે ખાસ જોવાનું રહેશે.

પહેલી યાદીમાં જાહેર કરાયેલા ઉમેદવારો

ADVERTISEMENT

  1. ભીમાભાઈ ચૌધરી- દેઓદર
  2. જગમલ વાળા – સોમનાથ
  3. અર્જુન રાઠવા – છોટા ઉદેપુર
  4. સાગર રબારી – બેચરાજી
  5. વસરામ સાગઠીયા – રાજકોટ રુરલ
  6. રામ ધડુક – કામરેજ
  7. શિવલાલ બારસીયા – રાજકોટ સાઉથ
  8. સુધીર વાઘાણી – ગરિયાધર
  9. રાજેન્દ્ર સોલંકી – બારડોલી
  10. ઓમપ્રકાશ તિવારી – નરોડા

બીજી યાદીમાં જાહેર કરાયેલા ઉમેદવારો

  1. રાજુ કરપડા – ચોટીલા
  2. પિયુષ પરમાર – જૂનાગઢના માંગરોળ
  3. કરસનભાઈ કરમૂર – જામનગર
  4. નીમીષા ખૂંટ – ગોંડલ
  5. પ્રકાશભાઈ કોન્ટ્રાકટર – સુરતની ચોર્યાસી બેઠક
  6. વિક્રમ સૌરાણી – વાંકાનેર
  7. ભરતભાઈ વાખલા – દેવગઢબારીયા
  8. જેજે મેવાડા – અસારવા
  9. વિપુલભાઈ સખીયા – ધોરાજી

    follow whatsapp

    ADVERTISEMENT