Aam Aadmi partyની નવી રણનીતિ, સિક્યોર મત જાણવા ઘડ્યો આ પ્લાન

ADVERTISEMENT

ARVIND KEJRIVAL
ARVIND KEJRIVAL
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાસભ્યની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો જનતા સુધી પહોંચવાના વિવિધ પ્રયાસો કરી રહી છે. પ્રચાર પ્રસાર માટે પરંપરાગત માધ્યમો કરતાં હવે સોશિયલ મીડિયાનો ઉપયોગ રાજકીય પક્ષો વધુ કરી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રાજકીય પક્ષો લોકોને પોતાની પાર્ટીમાં જોડવાના પ્રયાસો અથવા પક્ષની વાતો સોશિયલ મીડિયાના માધ્યમ થી કરી રહ્યા છે. આવી જ રીતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ આપેલ ગેરરેન્ટીનો લાભ મેળવવા માટે લિન્ક જાહેર કરી છે.

ગુજરાતમાં હજુ આમ આદમી પાર્ટી ની સરકાર બની નથી ત્યારે આમ આદમી પાર્ટી હવે જાણવા માંગે છે કે કેટલા લોકો અરવિંદ કેજરીવાલ દ્વારા આપવામાં આવેલ ગેરેન્ટીથી પ્રભાવીત છે અને કેટલા લોકો આમ આદમી પાર્ટી તરફ છે તે જાણવાના હેતુથી આમ આદમી પાર્ટીએ ડિજિટલ પ્રચાર શરૂ કરી દીધો છે. ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ પોતાના પ્રવાસ દરમિયાન ગુજરાતની જનતાને વિવિધ ગેરેન્ટી આપી રહી છે. ત્યારે ગરેન્ટીનો લાભ લેવા માટે અને રજીસ્ટ્રેશન માટે kejriwalniguarantee.in નામની વેબ સાઇટ તૈયાર કરી છે. આ વેબ સાઇટથી લોકો કેજરીવાલે આપેલ ગેરેન્ટીનું લોકો રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ ઉપરાંત મિસકોલથી પણ પોતાનું રજીસ્ટ્રેશન કરવી શકશે.

આમ આદમી પાર્ટી હવે જાણવા માંગે છે કે કેજરીવાલે આપેલ ગેરેન્ટીની અસર શું થઈ છે. લોકો તેનાથી પ્રભાવીત છે કે નહીં? આગળની રણનીતિ પણ આ પરથી જ ઘડવામાં આવશે. આમ આદમી પાર્ટીના કેટલા મત સિક્યોર થયા છે. આ બધુ જ જાણવા માટે આ લિન્ક તૈયાર કરવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT