200થી વધુ બેઠકો પર ચૂંટણી લડનારી AAPનું ખાતું પણ ન ખૂલ્યું, જાણો 3 રાજ્યોમાં કેવા હાલ થયા?
Assembly Election Results 2023: મધ્યપ્રદેશ (Madhya Pradesh), છત્તીસગઢ (Chattisgarh), રાજસ્થાન (Rajasthan) અને તેલંગાણામાં (Telangana) મતગણતરી ચાલી રહી છે. જ્યારે ભાજપે એમપી, છત્તીસગઢ અને રાજસ્થાનમાં શાનદાર…
ADVERTISEMENT
Assembly Election Results 2023: મધ્યપ્રદેશ (Madhya Pradesh), છત્તીસગઢ (Chattisgarh), રાજસ્થાન (Rajasthan) અને તેલંગાણામાં (Telangana) મતગણતરી ચાલી રહી છે. જ્યારે ભાજપે એમપી, છત્તીસગઢ અને રાજસ્થાનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, ત્યારે તેલંગાણામાં કોંગ્રેસ પ્રથમ વખત સરકાર બનાવશે તેવું લાગી રહ્યું છે. દિલ્હી-પંજાબની સત્તાધારી પાર્ટી આમ આદમી પાર્ટીએ પણ એમપી, છત્તીસગઢ અને રાજસ્થાનમાં સંપૂર્ણ તાકાત સાથે ચૂંટણી લડી હતી. અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને ભગવંત માને (Bhagwant Maan) પોતે ઘણી રેલીઓ અને રોડ શો કર્યા હતા. જો કે ચૂંટણી પરિણામોમાં પાર્ટી કોઈ ખાસ નિશાન છોડવામાં સફળ થાય તેમ જણાતું નથી.
દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવ્યા બાદ કેજરીવાલ હિન્દી બેલ્ટના ત્રણ રાજ્યો રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં AAPનો સમર્થન વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ અંતર્ગત AAPએ મધ્યપ્રદેશની 70થી વધુ બેઠકો, રાજસ્થાનની 88 બેઠકો અને છત્તીસગઢની 57 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. દિલ્હી અને પંજાબની જેમ કેજરીવાલે આ રાજ્યોમાં પણ મફત વીજળી, પાણી અને શિક્ષણનું વચન આપ્યું હતું. અનેક રેલીઓ અને રોડ શો કરવા છતાં AAPને કોઈ ફાયદો થતો જણાતો નથી.
AAPનું ન ખૂલ્યું ખાતું
AAP એ એમપી, છત્તીસગઢ અને રાજસ્થાનમાં 200 થી વધુ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. જોકે એક પણ સીટ જીતી શકી નથી. મોટાભાગની બેઠકો પર AAPના ઉમેદવારોની ડિપોઝીટ પણ જપ્ત થઈ હતી. સિંગરૌલીના મેયર અને AAPના ઉમેદવાર રાની અગ્રવાલ પણ ચૂંટણી હારી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ સિવાય ટીવી એક્ટ્રેસ ચાહત પાંડેની ડિપોઝિટ પણ જપ્ત થઈ જાય તેવું લાગી રહ્યું છે.
ADVERTISEMENT
AAPને કેટલા વોટ મળ્યા?
આમ આદમી પાર્ટીએ તેલંગાણામાં ઉમેદવારો ઉભા રાખ્યા નથી. ચૂંટણી પંચના મતે છત્તીસગઢમાં આમ આદમી પાર્ટીને 0.97% વોટ મળે તેમ લાગે છે. જ્યારે તેને મધ્ય પ્રદેશમાં 0.42% અને રાજસ્થાનમાં 0.37% વોટ મળી રહ્યા છે.
ADVERTISEMENT