BJPમાં ઉમેદવારોની પસંદગીની મેરાથોન મિટિંગનો દોર શરૂ, અમિત શાહનો માસ્ટર સ્ટ્રોક…
ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. 1 અને 5 ડિસેમ્બરના દિવસે મતદાન થશે જ્યારે 8 ડિસેમ્બરે મતગણતરી થવા જઈ રહી છે. ત્યારે હવે…
ADVERTISEMENT
ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. 1 અને 5 ડિસેમ્બરના દિવસે મતદાન થશે જ્યારે 8 ડિસેમ્બરે મતગણતરી થવા જઈ રહી છે. ત્યારે હવે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી મુદ્દે મહામંથન શરૂ થઈ ગયું છે. ગુજરાત ચૂંટણીની મોટી જવાબદારી અમિત શાહને પણ મળી છે. જે દરમિયાન આજે સતત બીજા દિવસ ભાજપ દ્વારા બેઠક કરાઈ છે. આ દરમિયાન ઉમેદવારી પસંદગી સહિતના મુદ્દાઓ ચર્ચાનું કેન્દ્ર રહેશે.
પહેલા અને બીજા દિવસે મિટિંગની મેરેથોન શરૂ
ભાજપ દ્વારા ગત દિવસે 13 જિલ્લાની 47 બેઠકો પરથી ઉમેદવારો પર મંથન કરાયું હતું. ભાજપની ચૂંટણી સમિતિની બેઠક મળી હોવાના અહેવાલો મળી રહ્યા છે. ત્યારે હવે આ બીજા દિવસે આયોજિત બેઠક અમિત શાહની અધ્યક્ષતામાં મળી છે. જેમાં ઉમેદવારોની પસંદગી પર મહામંથન થઈ રહ્યું છે. નોંધનીય છે રે ભાજપ દ્વારા ગુજરાતના ગઢમાં જીતની લય જાળવી રાખવા માટે સતત રણનીતિઓ ઘડવામાં આવી રહી છે.
આજે બીજા દિવસની બેઠકમાં 50થી વધુ ઉમેદવારો પર ચર્ચા વિચારણા થઈ શકે છે. જ્યારે ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ સહિતની ઘણી બેઠકો માટે ચર્ચા વિચારણા થાય એવા અહેવાલો મળી રહ્યા છે. નોંધનીય છે કે ચૂંટણી પડઘમ વચ્ચે ભાજપ પણ સતત એક્ટિવ રહી છે.
ADVERTISEMENT
બે તબક્કામાં યોજાશે મતદાન
ગુજરાતમાં 1 ડિસેમ્બરે પ્રથમ અને 5મી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. જ્યારે ચૂંટણીના પરિણામો 8 તારીખે જાહેર થશે. ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો 14થી 17 નવેમ્બર સુધીમાં નામાંકન ભરી શકશે અને 17થી 21 નવેમ્બર વચ્ચે તેઓ નામાંકન પાછું ખેંચી શકે છે. ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.
રાજ્યમાં કુલ 4.90 કરોડ મતદારો
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં જ ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. જે બાદ 10મી ઓકટોબર, 2022ના રોજ આખરી મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. જે મુજબ રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. જેમાં 1417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે. જેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો નોંધાયા છે. કુલ 11,62,528 જેટલા નવા મતદારો નોંધાયા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT