Gopal Italiaને હર્ષ સંઘવીની ટીકા કરવી ભારે પડી, સુરતમાં FIR નોંધાઈ
અમદાવાદ: રાજ્યમાં ચૂંટણી નજીક આવવાની સાથે જ રાજકીય વાતાવરણ તંગ થયું છે. આરોપ પ્રત્યારોપની રાજનીતિ બાદ હવે કેસ – કેસની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે.…
ADVERTISEMENT
અમદાવાદ: રાજ્યમાં ચૂંટણી નજીક આવવાની સાથે જ રાજકીય વાતાવરણ તંગ થયું છે. આરોપ પ્રત્યારોપની રાજનીતિ બાદ હવે કેસ – કેસની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા પર સુરતમાં માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે.
રાજ્યમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ તેજ થવા લાગી છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાની મુશ્કેલીમાં વધારો થયો છે. ભાજપના કાર્યકર ઝવેરી પ્રતાપભાઈ જીરાવાલાએ AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ભાઈ ઈટાલીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ગોપાલ ઇટાલીયાએ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને પૂર્વ બુટલેગર, ભાજપને ગુંડાઓની પાર્ટી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી ગણાવવા હતા. આ બદલ સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગોપાલ ઈટાલિયા સામે નોંધાયેલા કેસમાં કલમ 500,504,505 અને 1D હેઠળ ગુનો નોંધી સુરત ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે.
ગૃહમંત્રીને કહ્યા ડ્રગ્સ સંઘવી
ભાવનગરની સભામાં ગોપાલ ઇટાલીયાએ કહ્યું હતું કે, યુવાનોની સરકારી નોકરી મેળવવા માટેની પીડા આ જીતુભાઈ, ડ્રગ્સ સંઘવી કે ભૂપેન્દ્ર ભાઈને એટલા માટે નથી સમજાતી કારણે તે આપણી જેટલું ભણ્યા નથી. 8 ચોપડી અને 9 ચોપડા ભણીને મંત્રી-તંત્રી અને સંત્રી થઈ ગયા છે. અહીંયા બધા બેઠા છે તે જીતુ વાઘાણી કરતા વધુ ભણેલા છે. એટલા માટે તેમને આપણી પીડા ન સમજાય.
ADVERTISEMENT
ADVERTISEMENT