ભરૂચ કોંગ્રેસને ફટકો, મુસ્લિમ વસ્તી વાળા ગામોના 300 જેટલા લોકો જોડાયા ભાજપમાં

ADVERTISEMENT

bharuch congress
bharuch congress
social share
google news

દિગ્વિજય પાઠક, ભરૂચ: વિધાનસભાની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે. રાજ્યમાં તોડજોડની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. રાજકીય પક્ષોએ સભ્યો જોડો અભ્યાન શરૂ કરી દીધું છે. ભરૂચ તાલુકાના વાગરા વિધાનસભાના બંબુસર ગામે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની હાજરીમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામા બંબુસર તેમજ આજુબાજુના ગામના 300 જેટલા લોકો ભાજપમાં જોડાયા હતા. આ ગામો ખાસ કરીને મુસ્લિમ વસ્તી ધરાવતા ગામો છે જે કોંગ્રેસની મતબેંક ગણવામાં આવતા હતા.

300 જેટલા લોકો જોડાય ભાજપમાં
વિવિધ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પૂર્વે સંગઠન મજબૂત બનાવવા સભ્યોને પક્ષમાં જોડવાનું અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભા બેઠક કે જે મુસ્લિમ મતદારોની બહુમતી ધરાવે છે તેમાં મુસ્લિમ ગામોમાંથી 300 જેટલા કોંગ્રેસના સમર્થકો ભાજપામાં જોડાયા હતા. વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ તમામને ખેસ પહેરાવી આવકાર્યા હતા. 300 જેટલા આગેવાનો અને કાર્યકરોને ભાજપમાં આવકારતા કહ્યું હતું કે, તમારો યુઝ એન્ડ થ્રો નહિ થાય. આપણે શિસ્તબદ્ધ સૈનિકો છીએ, વાગરા બેઠક ભાજપની આવશે તેમા કોઈ બેમત નથી. હવે તમે તમામ પણ ભાજપની આ વિકાસકૂચમાં જોડાઈ ગયા છો.

બંબુસરમાં ધારાસભ્યની સભાથી રાજકીય ભૂકંપ
ગુજરાતમાં ચૂંટણી પહેલા રાજકીય માહોલ તૈયાર થઈ રહ્યો છે. વિધાનસભાની ચૂંટણી પહેલા તોડજોડની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. જિલ્લા પંચાયતની નબીપુર સીટ હજુ પણ કોંગ્રેસ પાસે છે અને નબીપુર તાલુકા પંચાયત પણ કોંગ્રેસના હાથમાં જ છે પરંતુ વાગરા વિધાન સભાના બંબુસર ગામે ધારાસભ્ય અરુણસિંહ રણાની સભાથી રાજકીય ભૂકંપ સર્જાયો છે એક સમયે કોંગ્રેસનો ગઢ કેહવાતા ગામોમાં પણ ભાજપે એન્ટ્રી મારી છે. અને હજુ પણ કોંગ્રેસ ઊંઘતું રહ્યું તો કોંગ્રેસ મુક્ત થતાં વાર નહિ લાગે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT