બીજા તબક્કાની ચૂંટણી માટે 93 બેઠક માટે થશે ખરાખરીનો ખેલ, 1515 ઉમેદવારોએ ફોર્મ ભર્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લાઓઈ રાજકીય માહોલ ગરમ છે. રાજ્યમાં ચૂંટણીને લઈ અનેક નવા સમીકરણો તૈયાર થઈ રહ્યા છે. ટિકિટ ફાળવણીને લઈ અનેક રાજકીય પક્ષોના નેતાઓએ પોતાના પક્ષ સાથે છેડો ફાડી અપક્ષ મેદાને ઉતરી ચૂક્યા છે. રાજ્યમાં બે તબક્કામાં મતદાન થશે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 799 ઉમેદવારો મેદાને છે. જ્યારે બીજા તબક્કાની ચૂંટણી માટે 1515 ઉમેદવારો મેદાને છે. હજુ આ ઉમેદવારોની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે. 21 નવેમ્બર સુધી ઉમેદવરો પોતાના ફોર્મ પરત ખેચી શકે છે.

પ્રથમ તબક્કાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ
પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ફોર્મ પરત ખેચવાની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ચૂકી છે. જેમાં 89 બેઠકો પર કુલ 788 ઉમેદવારો મેદાને ઉતરી ચૂક્યા છે. રસપ્રદ વાત એ છે કે સુરતની 163 લિંબાયત બેઠક પર 44 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે મોરબી બેઠક પર 17 ઉમેદવારો મેદાનમાં છે.

બીજા તબક્કા માટે 21 તારીખે ચિત્ર સ્પષ્ટ થશે
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. બીજા તબક્કામાં કુલ 93 બેઠક પર મતદાન થશે. જેમાં ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 હતી. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 21 નવેમ્બર છે. પરિણામ 8 ડિસેમ્બરે આવશે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખે કુલ 1515 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. 21 નવેમ્બર સુધી ઉમેદવરો પોતાના ફોર્મ પરત ખેચી શકે છે. ત્યારે બીજા તબક્કાની ચૂંટણીનું ચિત્ર 21 તારીખે ચિત્ર સ્પષ્ટ થશે

ADVERTISEMENT

આ ઉમેદવારોએ આવ્યા છે મેદાને 

ADVERTISEMENT

ADVERTISEMENT

 

 

 

 

    follow whatsapp

    ADVERTISEMENT