નીતિન પટેલના મહેસાણામાં 6 હજાર બોગસ મતદારો? કોંગ્રેસે લગાવ્યો ગંભીર આરોપ

ADVERTISEMENT

cj
cj
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દિવસેને દિવસે રાજકીય માહોલ તૈયાર થઈ રહ્યો છે. આ સાથે ચૂંટણી પંચ પણ મતદારો નવા એડ કરવા માથામણ કરી રહી છે.  ગુજરાત વિધાનસભાની મતદારી યાદી સુધારણાની કામગીરી યોગ્ય રીતે નહીં થતી હોવા બાબત મુખ્ય નિર્વાચન અધિકારી ગાંધીનગરને આજે વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષભાઈ પરમાર અને દંડક ડો. સી. જે. ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. .

૬,૬૭૯ બોગસ મતદારો
આવેદનપત્ર આપ્યા બાદ વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષભાઈ પરમાર અને દંડક ડો. સી. જે. ચાવડાએ જણાવ્યું હતું કે, રાજયમાં વિધાનસભાની ચૂંટણીઓ વર્ષ-૨૦૨૨માં આવી રહી છે. ચુંટણી આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ છેલ્લી મતદાર યાદીઓની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની ચુંટણી શાખા દ્વારા ચકાસણી કરતાં તેમાં ઘણી ખામીઓ રહી જવા પામેલ હોવાનું માલૂમ પડેલ છે. ઉદાહરણ તરીકે ૨૫-મહેસાણા વિધાનસભા મતવિસ્તારની મતદાર યાદીની ચકાસણી કરતાં તેમાં ૬,૬૭૯ મતદાર/વ્યક્તિ એક કરતાં વધારે મતદાર કાર્ડ ધરાવતા હોવાનું માલૂમ પડેલ છે. તેમના નામ મતદાર યાદીમાં અલગ-અલગ મતદાર કાર્ડ સાથે એક કરતાં વધારે વખત નોંધાયેલ છે. કેટલાક નામ તો મતદાર યાદીના એક જ પાના પર નજીકના ક્રમ નંબરમાં છે. છેલ્લી મતદાર સુધારણા પ્રક્રિયામાં પણ એક જ વ્યક્તિનું નામ એક કરતાં વધારે વખત અલગ-અલગ મતદાર કાર્ડ સાથે ઉમેરાયેલ માલૂમ પડેલ છે.

ચૂંટણીઓ પણ ખામીયુક્ત જ થશે?
મહેસાણા વિધાનસભામાં ઘણા એવા પણ મતદારો ધ્યાન પર આવેલ છે કે જેમનું મૃત્યુ છેલ્લી મતદાર યાદી સુધારણા કાર્યક્રમના ઘણા સમય અગાઉ થયેલ હોય પરંતુ તેમનું નામ કમી થયેલ નથી. તદુપરાંત ઘણા મતદારો બીજી વિધાનસભામાં દસ વર્ષ કે તેથી વધુ સમય અગાઉ અન્ય વિધાનસભામાં કાયમી વિસ્થાપિત થયેલ હોય તેમ જ તે વિધાનસભાની મતદાર યાદીમાં તેમનું નામ હોય તેમ છતાં તેમનું નામ મહેસાણા વિધાનસભામાં ચાલુ રહેલ છે. ખામી રહિત અદ્યતન મતદાર યાદી એ લોકશાહીનું અભિન્ન અંગ છે. જો મતદારી યાદીમાં ખામીઓ હશે તો તેને આધારે કરવામાં આવેલ ચૂંટણીઓ પણ ખામીયુક્ત જ થશે તેમ ચોક્કસપણે કહી શકાય.

ADVERTISEMENT

જવાબદાર અધિકારી પર પગલાં લેવા કરી માંગ
મતદાર યાદીની કામગીરી બુથ લેવલ ઓફિસરો દ્વારા પૂરતી તકેદારી રાખીને કરવામાં આવતી નથી. રાજ્યના દરેક વિધાનસભા મતવિસ્તારમાં યોગ્ય રીતે કામગીરી કરી ખરી મતદાર યાદી તૈયાર કરવા બુથ લેવલ ઓફિસરોને સૂચના આપવા અને યોગ્ય કામગીરી ના કરતાં બુથ લેવલ ઓફિસરો સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી માંગણી ચુંટણી આયોગ સમક્ષ કરી હતી.આધુનિક ટેક્નોલોજીના સમયમાં બે કે વધારે મતદાર કાર્ડ ધરાવતા મતદારો શોધવા મુશ્કેલ નથી ત્યારે આવા નામ શોધી બુથ લેવલ ઓફિસરોને આપવામાં આવે, તેની યોગ્ય ખરાઈ કરવામાં આવે અને અયોગ્ય નામ કમી કરીને તેમના મતદાર કાર્ડ રદ્દ કરવામાં આવે, જેથી ગુજરાત રાજ્યની ચૂંટણી પ્રક્રિયાને સુદ્રઢ બનાવી શકાય.

કોંગ્રેસે ચૂંટણી આવતા જ કમર કસી છે ત્યારે આ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ મતદારોને રીઝવી શકશે? 27 વર્ષ સત્તાથી દૂર કોંગ્રેસ હવે જનતાનો વિશ્વાસ મેળવશે? હાર હમેશા ક્યાંક ને ક્યાંક ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉઠયા છે ત્યારે હવે ચૂંટણી યોજાઇ તે પહેલા જ ચૂંટણી પર સવાલ ઉઠયા છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે મતદારી યાદીમાં ખામીઓ હશે તો ચૂંટણીઓ પણ ખામીયુક્ત જ થશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT