Congress ના પ્રભારીઓ પણ થવા લાગ્યા નારાજ? વડોદરામાં કોંગ્રેસનો કંકાસ આવ્યો સામે

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિગ્વિજય પાઠક, વડોદરા: રાજ્યમાં ચૂંટણીની તડમાંર તૈયારી ઓ આરંભી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે રાજકીય પક્ષોએ ચૂંટણી માટે રણનીતિ ઘડવા લાગ્યા છે. રાજ્યમાં દિગ્ગજ નેતાઓની ફૌજ ઉતરી ચૂકી છે અને સોંપવામાં આવેલ જવાબદારી મુજબ પોતાનો વિધાનસભા વિસ્તાર ખૂંદી રહ્યા છે. ત્યારે વડોદરા કોંગ્રેસમા આ મામલે કકળાટ સામે આવ્યો છે.  5 પ્રભારીઓ વડોદરા શહેર છોડી સુરત જવા રવાના થઈ ચૂક્યા છે. જેમનું કારણ ચૌકવનારું છે.

વ્યવસ્થાથી નારાજ
મહત્વનું છે કે, તમામ રાજકીય પક્ષોએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં કોંગ્રેસ પાર્ટી તરફથી 182 બેઠક પર પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા હતાં. જેમાં વડોદરામાં પાંચ બેઠકો પર પાંચ પ્રભારીની નિમણૂંક થઈ છે પરંતુ વડોદરા કોંગ્રેસની આંતરિક જૂથબંધીના કારણે તેઓની યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવતા તેઓ વડોદરા છોડીને સુરત ચાલ્યા ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

એક કારણ આ પણ છે
એકતરફ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારી ચાલી રહી છે. સૌથી જૂના રાજકીય પક્ષ કોંગ્રેસમાં  ચૂંટણી પૂર્વે નારાજગી અને રાજીનામાનો દોર શરૂ થઇ ચૂક્યો છે. અત્યારે સુધી કોંગ્રેસના કાર્યકર્તાઓની જ નારાજગી સામે આવી રહી હતી હવે પ્રભારીઓની પણ નારાજગી સામે આવી છે. વડોદરા  જિલ્લા કોંગ્રેસના 5 પ્રભારીઓ વડોદરા છોડી સુરત જવા રવાના થઇ ગયા છે. શહેરમાં પ્રભારીઓના ઉતારાની વ્યવસ્થા ન થતા તેઓ જતા રહ્યાં હોવાની ચર્ચા ચાલી રહી છે. AICCના સેક્રેટરી બી.એમ.સંદીપને અગાઉ વડોદરા શહેર-જિલ્લાનો ચાર્જ  સોંપવામાં આવ્યો હતો અને તેમણે પોતાના  5 પ્રભારી વિધાનસભા બેઠક દીઠ મેદાને ઉતાર્યા હતા .  બાદમાં કોંગ્રેસે પોતાનો નિર્ણય બદલ્યો અને મધ્ય ગુજરાતના કોંગ્રેસ પ્રભારી તરીકે ઉષા નાયડુને મૂક્યા હતા.  હાલ બી.એમ.સંદીપ પાસે દક્ષિણ ગુજરાત ઈન્ચાર્જની જવાબદારી છે. ત્યારે સંદીપ પોતાના પ્રભારીને સુરત લઈ ગયા હોવાની ચર્ચાએ જોર પકડયું છે

ADVERTISEMENT

નેતાઓ વચ્ચે સંકલનનો અભાવ
વડોદરાની પાંચ વિધાનસભાની બેઠકના પાંચ પ્રભારીની નિમણૂંક કર્યા બાદ તેઓની પૂર્વ તૈયારીના ભાગરૂપે વડોદરામાં ઉતારાની વ્યવસ્થા કરવામાં ન આવતા તેઓ વડોદરા છોડીને ચાલ્યા સુરત ચાલ્યા ગયા હોવાથી એકવખત ફરી કોંગ્રેસના પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા વચ્ચેના સંકલનના અભાવ અંગે પક્ષમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT