ચૂંટણી આવી એટલે 200 રૂપિયા ગેસના ઘટાડ્યા, ક્યાં 400 અને ક્યાં 1100: શક્તિસિંહ ગોહિલ
Jamnagar News: આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (Gujarat Congress) ના પ્રમુખ તેમજ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil) જામનગર આવી પહોંચ્યા હતા. જ્યાં સ્થાનિક NSUI, યુથ…
ADVERTISEMENT
Jamnagar News: આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (Gujarat Congress) ના પ્રમુખ તેમજ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil) જામનગર આવી પહોંચ્યા હતા. જ્યાં સ્થાનિક NSUI, યુથ કોંગ્રેસ દ્વારા બાઇક રેલીનું આયોજન કરાયું હતું. સર્કિટ હાઉસ ખાતેથી શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં બાઇક રેલી યોજાઈ હતી અને જામનગરમાં કોંગ્રેસએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ બાઇક રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે પૂર્ણ થઈ હતી. દરમિયાન ગેસના ભાવ (Gas cylinder Price) થી લઈને ખેડૂતોને 10 કલાક વીજળી આપવાના નિર્ણયોની કોંગ્રેસના શાસનમાં કેવી સ્થિતિ હતી તે અંગે વાત કરી હતી.
ખેડૂતને ઝટકા વગરની વીજળી આપોઃ કોંગ્રેસ
શક્તિસિંહ ગોહિલે ચેમ્બર ઓફ કોમર્સ ખાતે કોંગી આગેવાનો, કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. જે બાદ શક્તિસિંહ ગોહિલએ મીડિયાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સત્તા પડાવવા માટેનો સંઘર્ષ નહીં સેવા માટેનો યજ્ઞ છે. ચૂંટણી નજીક છે ત્યારે સરકારે રાંધણ ગેસના બાટલામાં 200 રૂપિયા ઓછા કર્યા છે. કોંગ્રેસની સત્તા હતી ત્યારે 400 રૂપિયામાં ગેસ સિલિંડર મળતો હતો, ક્યાં 1100 અને ક્યાં 400. ખેડૂતોને વીજળી મળે, ઝટકા વગર વિજળી મળે તે અમારી માંગ છે. કોંગ્રેસના શાસનમાં 18-18 કલાક સુધી ખેડૂતોને વીજળી અપાયાના દાખલાઓ છે.
Gujarat ના 14 જિલ્લા ઉપરાંત બાકી રહેતા જિલ્લાના ખેડૂતોને પણ 10 કલાક વીજળી અપાશે: ઊર્જા મંત્રી કનુ દેસાઈ
સ્થાનીક પ્રશ્નો પર આપ્યું આવેદનપત્ર
તેમણે કહ્યું કે, જામનગરએ અનેક ક્રિકેટર આપ્યા છે પરંતુ ક્રિકેટ મૈદાન નથી. તેવા પ્રશ્નોએ કલેકટરને આવેદન આપવામાં આવશે. કોંગ્રેસ દ્વારા સંગઠનમાં જ્યાં જરૂરીયાત લાગે ત્યારે બદલાવ કરવામાં આવશે અને કામ કરશે તેને પક્ષ સ્થાન આપશે. આગામી દિવસોમાં સંગઠન મજબૂત કરીશું વધુને વધુ લોકો કોંગ્રેસમા જોડાય તેવા પ્રયાસ કરીશું. ભાજપના પેજપ્રમુખને અપીલ કરીશું, તમારો ઉપયોગ થાય તે, કોંગ્રેસ સાથે જોડાશે. ધર્મનિરપેક્ષતા એટલે તમામ ધર્મનો આદર કરીએ. ધાર્મિક બાબતે રાજકારણીઓ ધર્મના મુદે નિવેદનથી દુર રહેવુ જોઈએ. કોંગ્રેસ પક્ષમા આંતરીક લોકશાહી છે, તે ગર્વની વાત છે. પરંતુ અમારાથી અશિસ્ત થવુ ના જોઈએ. પક્ષની ઈજ્જત અને આબરુ વધે તે માટેના પ્રયાસ કોંગ્રેસના રહેશે.
ADVERTISEMENT
આ બાદ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં જન અધિકાર પદયાત્રા ચેમ્બર ઓફ કોમર્સ ખાતેથી શરૂ હતી. અને અંદાજે 3 થી 4 કિમિ શરૂ સેક્શન રોડ પર આવેલ કલેકટર કચેરી ખાતે પૂર્ણ કરી, જિલ્લા કલેકટરને શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખોએ લોકપ્રશ્નો મુદ્દે આવેદન આપ્યું હતું. જો કે શક્તિસિંહ ગોહિલ સહિતના આગેવાનો, કાર્યકરો કલેકટર કચેરી ગેઇટ બહાર જ ઉભા રહ્યા હતા. આમ, જામનગરમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં બાઇક રેલી, જન અધિકાર પદયાત્રા અને આવેદન કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.
(દર્શન ઠક્કર, જામનગર)
ADVERTISEMENT