એકસાથે 1100 કાર્યકર્તાઓએ કેમ ભાજપમાંથી રાજીનામા આપ્યા, મંદિર મુદ્દે વિવાદ વકર્યો…

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવસારીઃ જમાલપોર વિસ્તારમાં રાધાકૃષ્ણ મંદિરને ગેરકાયદેસર બાંધકામનાં કારણે તોડી પાડવામાં આવ્યું હતું. આ દરમિયાન ઘણી મહિલાઓએ વિરોધ પ્રદર્શન કરતા પોલીસે તેમને માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જેના પરિણામે રોષે ભરાયેલા ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ સહિત કુલ 1100 લોકોએ પ્રમુખને રાજીનામા સોંપી દીધા હતા. આ સમગ્ર વિવાદ હવે વધુ વકરી રહ્યો હોવાથી ભાજપમાં ગાબડું પડી ગયું છે.

સોસાયટીનો મંદિર વિવાદ વકર્યો
નવસારીમાં સર્વોદય સોસાયટીએ ગેરકાયદેસર મંદિરનું નિર્માણ કર્યું હોવાથી રસ્તાને લઈને વિવાદ થયો હતો. જેના પરિણામે નુડામાં ફરિયાદ દાખલ કરાઈ અને પછી કેસ ચાલ્યો હતો. આ દરમિયાન નુડાના અધિકારીઓ અને પોલીસ સાથે સોસાયટીના રહીશોનું મંદિરના દબાણ મુદ્દે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન વિરોધ કરી રહેલી મહિલાઓને અધિકારીઓએ બળજબરી પૂર્વક ધક્કામારી મંદિરની બહાર કરી દીધી હતી. આ દ્રશ્યોને જોતા ભાજપના કાર્યકર્તા સહિત સ્થાનિકો પણ ગુસ્સે થઈ ગયા અને પછી મામલો બીચક્યો હતો.

રાજકીય નેતાએ મદદ ન કરી હોવાનો આક્ષેપ
સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યા છે કે મંદિરનું દબાણ દૂર ન કરવા મુદ્દે તેમને નેતાઓનો પણ સપોર્ટ મળી શક્યો નહોતો. જેના પગલે રોષે ભરાયેલા ભાજપના 1100 કાર્યકર્તાએ વિરોધ દર્શાવવા એકસાથે રાજીનામા આપી ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

ADVERTISEMENT

પ્રમુખ સમજાવતા રહ્યે કે રાજીનામા ન આપો…
ભાજપના જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહે તમામને મામલો શાંતિથી થાળે પાડવા સમજાવ્યા હતા. આ દરમિયાન તેમણે સોસાયટી અને માલિક સાથેના ઘર્ષણ વિવાદ વચ્ચે અમારે લેવાદેવા નથી એવી વાત ઉચ્ચારતા કાર્યકર્તાઓ ગસ્સે થઈ ગયા હતા અને પોતાના રાજીનામા સોંપી દીધા હતા. આ અંગે ભાજપ પ્રમુખ સમગ્ર મામલાની તપાસ કરી રાજીનામા અંગે નિર્ણય લેશે. જ્યારે સ્થાનિકોએ વધુ ચીમકી ઉચ્ચારી છે કે આ વિવાદ મુદ્દે હજુ પણ વધારે રાજીનામા પડશે.

    follow whatsapp

    ADVERTISEMENT