Tiktokની જેમ ભારતમાં બંધ થઈ જશે YouTube? સરકારે મોકલી નોટિસ

ADVERTISEMENT

gujarattak
social share
google news
ભારતમાં યુટ્યુબના હેડ ઓફ પબ્લિક પૉલિસી અને સરકારી અફેયર્સ મીરા ચટ્ટ (Mira Chatt)ને નોટિસ મળી છે. આ નોટિસ નેશનલ કોમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) તરફથી આપવામાં આવી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે તેઓ ચાઈલ્ડ સેક્સ્યુઅલ અબ્યુઝ મટિરિયલ (CSAM)ને રોકવામાં નિષ્ફળ રહ્યા છે.

Mira Chattને આપવામાં આવી છે નોટિસ

NCPCR હેડ  Priyank Kanoongoએ 10 જાન્યુઆરીએ મીરા ચટ્ટ (Mira Chatt)ને ઓફિસમાં હાજર થવા માટે એક નોટિસ જાહેર કરી છે. જો તેઓ હાજર નહીં થાય તો યુટ્યુબ સામે કડક કાર્યવાહી થઈ શકે છે. જો હાજર ન થાય તો યુટ્યુબ સામે કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે. તેથી મીરા ચટ્ટે હાજર થવું જ પડશે.

ચેનલોની લિસ્ટ સાથે હાજર થવાનો આદેશ

બાળકોના અધિકાર માટે કામ કરતી બૉડીએ મીરા ચટ્ટને કહ્યું કહે છે, તેઓ એવી ચેનલોની લિસ્ટ લઈને હાજર થાય, જે બાળકો વિરુદ્ધ વાંધાનજક કન્ટેન્ટ રજૂ કરી રહી છે. આવી સ્થિતિમાં ચેનલો સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ લિસ્ટ સામે આવ્યા બાદ યુટ્યુબને તેમની સામે કડક કાર્યવાહી કરવા માટે પણ કહેવામાં આવી શકે છે.

મહારાષ્ટ્ર પોલીસે નોંધી ફરિયાદ

આ દરમિયાન, મહારાષ્ટ્ર પોલીસના સાયબર સેલે યુટ્યુબ ઈન્ડિયાના અધિકારીઓ અને બાળકો વિરુદ્ધ વાંધાજનક કન્ટેન્ટ રજૂ કરતી કેટલીક ચેનલો વિરુદ્ધ FIR નોંધી છે. NCPCRની નોટિસ બાદ આ FIR નોંધવામાં આવી છે. આવી સ્થિતિમાં યુટ્યુબને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. જોકે, અત્યાર સુધી યુટ્યુબ ઈન્ડિયા દ્વારા મેઈલનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.

બાળકોને લઈને વાંધાનજક કન્ટેન્ટ પર પ્રતિબંધ

એક્સપર્ટ્સે આ મુદ્દે વાત કરતા કહ્યું કે, બાળકોને લઈને વાંધાનજક કન્ટેન્ટ પર પ્રતિબંધ છે. આવા કન્ટેન્ટ રજૂ કરવા પર IT નિયમો 3(1)(b) હેઠળ પગલાં લઈ શકાય છે. આવી સ્થિતિમાં યુટ્યુબે આવા કન્ટેન્ટને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT