યુવકને હેલમેટ વગર બાઇક ચલાવવું પડ્યું ભારે, પોલીસે ગોળી ધરબી દીધી, ASI જેલ હવાલે

ADVERTISEMENT

gujarattak
social share
google news

બિહાર:  પોલીસ હંમેશા પોતાના કારનામાને કારણે સતત ચર્ચામાં રહે છે. ત્યારે બિહારના જહાનાબાદમાં અજીબ ઘટના સામે આવી છે. જ્યાં એક યુવકને પોલીસે માત્ર એટલા માટે ગોળી મારી હતી કારણ કે તેણે બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેર્યું ન હતું. ત્યારે આ ઘટનાને લઈ યુવક પર ગોળી ચલાવનાર ASI મુમતાઝ અહેમદની પોલીસે ધરપકડ કરી છે.

નજીવી બાબતે ગોળી ચલાવનાર ASI મુમતાઝ અહેમદની પોલીસે ધરપકડ કરી લીધી છે. ASI પર હત્યાના પ્રયાસનો કેસ દાખલ કરવામાં આવ્યો છે . તેમને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે. ત્યારે એસપીએ સમગ્ર ચેકિંગ ટીમને સસ્પેન્ડ કરી દીધી છે.

પોલીસે ગોળી મારી
પોલીસની ગોળીથી ઘાયલ થયેલો યુવક નાલંદા જિલ્લાના કોરથુ ગામનો રહેવાસી છે. ઘાયલ યુવકની ઓળખ રવીન્દ્ર યાદવના પુત્ર સુધીર કુમાર તરીકે થઈ છે. ઘાયલ યુવકની હાલત હાલ નાજુક હોવાનું કહેવાય છે. પોલીસ પર આરોપ લગાવતા ઘાયલ યુવકના પિતાએ જણાવ્યું કે જે સમયે વાહનોની તપાસ કરવામાં આવી રહી હતી. તે સમયે તેનો પુત્ર સુધીર બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો. તેની પાસે હેલ્મેટ અને ડ્રાઇવિંગ લાઇસન્સ નહોતું. જેના કારણે તે પોલીસને જોઈને ભાગવા લાગ્યો હતો. જે બાદ પોલીસે તેનો પીછો કર્યો અને જ્યારે તે ન રોકાયો તો પોલીસે તેને ગોળી મારી દીધી.

ADVERTISEMENT

યુવક હોસ્પિટલમાં દાખલ
યુવકના પિતાએ પોલીસ પર આ આરોપ લગાવ્યો છે. ઘટના 28 માર્ચ મંગળવારની જણાવવામાં આવી રહી છે.આ હુમલામાં યુવકને પીઠના ભાગે ગોળી વાગી હતી. ગોળી વાગતાં બાઇક સવાર ગંભીર રીતે ઘાયલ થયો હતો. જે બાદ પોલીસે તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT