NASHIK માં ગૌમાંસ લઇ જવાની આશંકાએ યુવકો પર હુમલો, 1 નું મોત

ADVERTISEMENT

attack on 2 people
attack on 2 people
social share
google news

Nashik Crime News: મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ગૌમાંસ લઇ જવાની આશંકામાં કથિત ગૌરક્ષકો દ્વારા એક ગ્રુપે 32 વર્ષીય એક વ્યક્તિની હત્યા કરી નાખી છે. પોલીસે સોમવારે આ અંગે માહિતી આપી હતી. નાસિકમાં છેલ્લા બે અઠવાડીયાની અંદર આ બીજી ઘટના સામે આવી છે. જ્યારે કથિત ગૌરક્ષકો દ્વારા કોઇ વ્યક્તિની હત્યા કરવામાં આવી હોય.

એક અધિકારીએ જણાવ્યું કે, ઘટના સાંજે સાડા પાંચ વાગ્યે નાસિકના ઇગતપુરી વિસ્તારમાં ઘોટી સિન્નાર રોડ પર બની હતી. ઘોટી પોલીસે જણાવ્યું કે, આ મામલે 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, મુંબઇના કુર્લા વિસ્તારમાં બે લોકો એક કારમાં માસ લઇને જઇ રહ્યા હતા. દરમિયાન તેમના પર કથિત રીતે 10 થી 15 ગૌરક્ષકોના સમુહ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સ્ટીલના રોડથી અને લાકડી તથા ડંડાથી ઢોર માર મરાયો હતો.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મુંબઇ લઇ જતા સમયે જ અફાન અંસારી અને તેના સહયોગી નાસિર કુરૈશી હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. બન્નેને ઘામનગાવ વિસ્તારના એસએમબીટી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. ત્યાં સારવાર દરમિયાન અંસારીનું મોત થયું હતું. નાસિર કુરૈશીની સારવાર ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે, નાસિરની ફરિયાદના આધારે ઘોટી પોલીસે 11 લોકોની અટકાયત કરી છે. હત્યાના ગુના હેઠળ કેસ દાખલ કરાયો છે.

ADVERTISEMENT

આ ઉપરાંત માંસના નમુનાઓને પણ પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. ફોરેન્સિક લેબનો રિપોર્ટ આવ્યા બાદ સ્થિતિ સ્પષ્ટ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ 8 જુને ટેમ્પોમાં પ્રાણી લઇ જઇ રહેલા ત્રણ લોકો પર પણ કથિત ગૌરક્ષકોના એક જુથ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ત્રણ લોકો પૈકી 1 નો મૃતદેહ ઇગતપુરી વિસ્તારના ઘાટનદેવીમાં એક ખીણમાંથી મળી આવ્યો હતો. મૃતકની ઓળખ લુકમાન અંસારી (23) તરીકે થઇ હતી.

    follow whatsapp

    ADVERTISEMENT