Electricity Bill: 2 પંખા, 1 કુલર અને કાચું મકાન... બિલ આવ્યું 24 લાખ, ગ્રાહકના પગ નીચેથી જમીન સરકી
Viral News: થોડા સમય પહેલા ગુજરાતમાં વીજ બિલના કારણે હોબાળો થયો હતો, હવે ઉત્તર પ્રદેશના કાનપુરથી વીજ વિભાગનું કારસ્તાન સામે આવ્યું છે
ADVERTISEMENT
Viral News: થોડા સમય પહેલા ગુજરાતમાં વીજ બિલના કારણે હોબાળો થયો હતો, હવે ઉત્તર પ્રદેશના કાનપુરથી વીજ વિભાગનું કારસ્તાન સામે આવ્યું છે. શહેરના એક કાચા મકાનમાં રહેતા યુવકનું વીજ બિલ એટલું વધારે હતું કે સમગ્ર વિસ્તારમાં ચોંકી ગયો અને ભય પ્રસરી ગયો હતો.
24 લાખ રૂપિયાનું વીજળીનું બિલ
ઉત્તર પ્રદેશના કાનપુરના રહેવાસી ચંદ્રશેખરે જણાવ્યું કે, તેનું વીજ બિલ 4-5 મહિનાથી અટકેલું હતું. અસરગ્રસ્તો વિજળી વિભાગની કચેરીએ માહિતી માટે પહોંચ્યો હતો. વિભાગના વડાએ જ્યારે વીજળીનું બિલ કાઢ્યું તો યુવક તેને જોઈને ચોંકી ગયો. વીજળીનું બિલ 23 લાખ 94 હજાર 512 રૂપિયા હતું. જ્યારે અમારા સયોગી આજતક દ્વારા પીડિતા સાથે આ બાબતે વાત કરવામાં આવી તો ખબર પડી કે તેનું ઘર કોઈ બંગલો નથી પરંતુ માત્ર 1 કુલર, 1 ફ્રીજ અને 2 પંખા લગાવેલા છે. ઘર ઝૂંપડપટ્ટીમાં આવેલું છે અને છત પર ટીન શેડ છે.
દુર્ઘટનાઃ ભોલે બાબાના સત્સંગમાં મચી ભાગદોડ, 27 લોકોના મોત; વધી શકે છે મૃત્યુઆંક
વીજ વિભાગે શું કહ્યું?
આ મામલે કેસ્કોના મીડિયા ઈન્ચાર્જ શ્રીકાંત રંગીલા કહે છે કે, આ બાબત સત્તાધીશોની જાણમાં છે અને ટેકનિકલ ખામીના કારણે આ બન્યું છે. તેમણે કહ્યું કે કેસ્કોના સર્વરમાં થયેલા ફેરફારોને કારણે કેટલાક મીટરમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે સાચો ડેટા લઈ શકાયો નથી. તેમણે આશ્વાસન આપ્યું હતું કે ટૂંક સમયમાં ઉપભોક્તાનો ઉકેલ લાવવામાં આવશે અને તેમણે આટલું મોટું બિલ ચૂકવવું પડશે નહીં.
ADVERTISEMENT
ADVERTISEMENT