સીમા હૈદર-સચિન મામલે યોગી આદિત્યનાથે આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પાકિસ્તાની મહિલા સીમા હૈદર અને ભારતીય યુવક સચિનના મામલામાં પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. આ દરમિયાન તેણે ભારતીય યુવતી અંજુના પાકિસ્તાન જવાના સવાલનો પણ જવાબ આપ્યો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં સીમા અને સચિન મામલે સીએમ યોગીએ કહ્યું કે સુરક્ષા એજન્સીઓ તેની તપાસ કરી રહી છે. સુરક્ષા એજન્સીઓના રિપોર્ટના આધારે વિચારણા કરશે. તેવી જ રીતે અંજુના કેસ પર સીએમ યોગીએ કહ્યું કે આ બે દેશો સાથે જોડાયેલો મામલો છે. સુરક્ષા એજન્સીઓ પોતાનું કામ કરી રહી છે.

સીએમ યોગીને રિવર્સ લવ જેહાદ અંગે પણ સવાલ કરવામાં આવ્યા હતા. રિવર્સ લવ જેહાદની સાથે સાથે સીમા હૈદરની વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ સીએમ યોગીને પાકિસ્તાન પરત ન મોકલવાની વિનંતી પર તેમણે કહ્યું કે તેઓ સુરક્ષા એજન્સીઓના રિપોર્ટના આધારે કામ કરશે. સીમા અને સચિનનો મામલો સામે આવ્યા બાદ તપાસ સુરક્ષા એજન્સીને સોંપવામાં આવી હતી.

2019માં શરૂ થઈ લવ સ્ટોરી
નોઈડાના સચિન મીના અને સીમા હૈદરની લવ સ્ટોરી વર્ષ 2019માં શરૂ થઈ હતી. તે સમયે કોરોના ફેલાયો હતો. લોકો ઘરોમાં કેદ હતા. પાકિસ્તાનના કરાચીમાં રહેતી સીમાએ પોતાના મોબાઈલમાં PUBG ગેમ ડાઉનલોડ કરી હતી. સચિન મીના પણ નોઈડામાં આ ગેમ રમતો હતો. યોગાનુયોગ, સીમા અને સચિન બંનેએ એકબીજા સાથે મોબાઇલ પર PUBG રમવાનું શરૂ કર્યું. દરમિયાન બંનેએ નંબર એક્સચેન્જ કર્યા અને વાતચીત શરૂ થઈ. ધીમે-ધીમે બંને પ્રેમમાં પડ્યા અને સાથે રહેવાનું નક્કી કર્યું, પરંતુ બંનેને કદાચ અંદાજ પણ નહીં હોય કે મુલાકાત બાદ તેમની લવસ્ટોરી ભારત અને પાકિસ્તાન બંનેમાં મોટો મુદ્દો બની જશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT