મોરબીમાં યોગી આદિત્યનાથના કોંગ્રેસ પર ચાબખા, કહ્યું- દરેક સીટ પર કમળ ખીલવું જોઈએ

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબી: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપે આજથી પોતાના સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારી દીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જે.પી નડ્ડા, યોગી આદિત્યનાથ, અનુરાગ ઠાકોર, નીતિન ગડકરી, શિવરાજસિંહ ચૌહાણ સહિતના નેતાઓ ઉમેદવારો માટે પ્રચાર કરવા ચૂંટણીના રણમેદાનમાં ઉતર્યા છે. એવામાં આજે મોરબીના વાંકાનેરમાં યુ.પીના સી.એમ યોગી આદિત્યનાથ પહોંચ્યા હતા અને જીતુ સોમાણીના સમર્થનમાં જાહેર સભાને સંબોધી હતી. જ્યાં તેમણે ગુજરાત અને યુ.પીના સંબંધ સહિતની કેટલીક બાબતો વિશે વાત કરી હતી.

‘ગુજરાત મોડલની ચર્ચા દેશ અને દુનિયામાં થાય છે’
યોગી આદિત્યનાથે મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી અને આ દુર્ઘટનામાં લોકોના જીવ બચાવનારા પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા સહિતના કાર્યકરોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, ઈન્ડોનેશિયામાં આપણે જોયું કે વિશ્વના શક્તિશાળી 20 દેશનું નેતૃત્વ ભારત કરશે. જેમની પાસે 80 ટકા સંસાધનો પર અધિકાર છે, એમના તમામ કાર્યક્રમ મોદીજીની અધ્યક્ષતામાં થશે. ગુજરાત મોડલની ચર્ચા દેશ અને દુનિયામાં થાય છે. વિકાસ, ગરીબ કલ્યાણ અને સુરક્ષાનું શું મોડલ હોય શકે એ મોડલ મોદીજીએ આપ્યું છે. ગુજરાત મોડલ જ છે જેણે કોરોના જેવી આપત્તિમાં પણ સૌને બચાવ્યા.

ADVERTISEMENT

‘ગાંધીજીએ કહ્યું હતું, કોંગ્રેસનું વિસર્જન થવું જોઈએ’
તેમણે આગળ કહ્યું કે, અમે તમારા આભારી છીએ, તમે સતત મોદીજીને સીએમ બનાવ્યા અને તેઓ લોકપ્રિય બન્યા અને દેશના પીએમ બન્યા, આજે એમનું નેતૃત્વ યુપીને પણ ગુજરાતની જેમ મળે છે. યુપીમાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. કાશી વિશ્વનાથનું ભવ્ય રૂપ પણ હવે બન્યું છે, ઉત્તરાખંડમાં કેદારનાથ અને બદરીનાથ જાઓ, ઉજૈન જાઓ, મહાકાલ જાઓ ત્યાં પણ સ્થિતિ બદલાઈ છે. કોંગ્રેસ હોત તો રામમંદિર ન બન્યું હોત. મોદીજી અને અમિતજીએ કમલ 370 હટાવી. કોંગ્રેસ હોત તો આ બધું ન થાત. ગાંધીજીએ કહ્યું હતું, કોંગ્રેસનું વિસર્જન કરવું જોઈએ, હવે રાષ્ટ્રપિતાની ઈચ્છા પૂરી કરવાનો સમય આવી ગયો છે. મોરબીની દરેક સીટ પર કમળ ખીલવું જોઈએ. દેશની સુરક્ષા અને આસ્થાનું સન્માન એ માત્ર ભાજપ અને મોદી દ્વારા જ સંભવ છે.

    follow whatsapp

    ADVERTISEMENT