‘ખેલ મંત્રીએ 12 મિનિટ પણ વાત નથી કરી, બેઠકોમાં અમને ડરાવવામાં આવ્યા’, પહેલવાનોએ કર્યા ગંભીર આક્ષેપ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભારતીય કુસ્તી સંઘના પ્રમુખ અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજો હવે અવાજ ઉઠાવી રહ્યા છે. ગુરુવારે, કુસ્તીબાજોએ ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષા અને રમત મંત્રી અનુરાગ ઠાકુરના નિવેદન સામે ખુલ્લેઆમ વાંધો ઉઠાવ્યો હતો અને ત્રણ મહિના પહેલા બંધ રૂમમાં થયેલા કરારની શરતો વિશે ચેતવણી આપી છે. કુસ્તીબાજોએ એમ પણ કહ્યું કે, મધ્યસ્થતા દરમિયાન, તેઓને મીટિંગમાં ઘણી વખત ડરાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, રમત મંત્રી કહી રહ્યા છે કે તેમણે 12 કલાક લોકો સાથે વાત કરી છે, સત્ય એ છે કે તેમણે 12 મિનિટ પણ બરાબર વાત કરી નથી.

જણાવી દઈએ કે, રમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે અમે 12 કલાક સુધી કુસ્તીબાજોને સાંભળ્યા અને એક કમિટી બનાવી. અમે પણ નિષ્પક્ષ તપાસ ઈચ્છીએ છીએ, 14 બેઠકો થઈ હતી. દરેકને નિરીક્ષણ સમિતિ સમક્ષ તેમના મંતવ્યો રજૂ કરવાની તક આપવામાં આવી હતી. FIR કોઈપણ પોલીસ સ્ટેશનમાં નોંધી શકાય છે. એવામાં ઠાકુરના આ નિવેદન પર કુસ્તીબાજોએ વળતો જવાબ આપ્યો છે.

‘તપાસ કમિટીની અંદરો અંદર લડાઈ ચાલી રહી છે’
બજરંગ પુનિયાએ કહ્યું કે, રમત મંત્રી કહે છે કે તેમણે ખેલાડીઓ સાથે 12 કલાક વાત કરી. પરંતુ, એકવાર તેને પૂછવું જોઈએ કે તમે ખેલાડીઓ સાથે કેટલો સમય બેઠા? તે માત્ર બે-ચાર મિનિટ માટે જ ખેલાડીઓ સાથે બેઠા હતા. બાકીનો સમય, તેમના અધિકારીઓ વાતો કરતા. તે જ મધ્યસ્થી કરી રહ્યા હતા. અમે 6 લોકોના નામ આપ્યા હતા. શા માટે માત્ર બબીતા ​​ફોગટનું નામ સામેલ કરવામાં આવ્યું છે. તમે બીજાના નામ કેમ ન લીધા. તે લોકો વચ્ચે લડાઈ ચાલી રહી છે. બબીતાએ પોતે કહ્યું કે મારા હાથમાંથી રિપોર્ટ છીનવી લેવાયો. મારી સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી. જો કમિટીના લોકો જ ઝઘડો અને ગેરવર્તણૂક કરતા હશે તો તેઓ મારી અને અમારી સાથે કેવી રીતે ન્યાય કરશે.

ADVERTISEMENT

‘અંદર શું વાતો થઈ… હજુ અમે બધુ જણાવ્યું નથી’
રેસલર્સે કહ્યું કે, જો કોઈ મહિલા ખેલાડીએ આરોપ લગાવ્યો છે તો તેની સામે કાર્યવાહી થવી જોઈએ. 12-13 યુવતીઓએ નિવેદનો આપ્યા છે. સમિતિ સમક્ષ કુલ 15-16 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. વિનેશ ફોગાટે કહ્યું કે અમારી પાસે પુરાવા છે. કોણ લોકો હતા, કોણ નહોતા. અમે ખોટા આક્ષેપો નથી કરી રહ્યા. મધ્યસ્થી સમયે રમતગમત મંત્રી માત્ર ચહેરો બતાવવા જ આવતા હતા. ત્યાં અધિકારીઓ મધ્યસ્થી કરી રહ્યા હતા. કેટલીકવાર અમને સભામાં ડરાવવામાં આવતા. અમે ડરતા નથી. અમે ડરના કારણે કોઈ સમાધાન કર્યું નથી. કોના કહેવા પર સમજૂતી થઈ, અંદર શું થયું… અમે આખી વાત હજી સુધી ખુલીને કહી નથી.

‘શું કમિટી બન્યા બાદ કોઈ જવાબદારી નહોતી’
કુસ્તીબાજોએ આગળ કહ્યું- રમત મંત્રીને પૂછો કે સમાધાન સમયે તેમણે ખેલાડીઓને કેટલો સમય આપ્યો હતો. તેઓએ 12 મિનિટ પણ આપી નથી, 12 કલાકની તો દૂરની વાત છે. અમે ફોન કોલ્સ કર્યા. શું સમિતિની રચના પછી તેમની કોઈ જવાબદારી નથી. પરંતુ તેમણે વાત પણ ન કરી. તેમના અધિકારીઓ કહેતા રહ્યા કે તેઓ વ્યસ્ત છે. શું તે ત્રણ મહિનાથી વ્યસ્ત હતા?

ADVERTISEMENT

‘જે અવાજ ઉઠાવી રહ્યા છે, તે અનુશાસનહીન છે?’
તેમણે કહ્યું કે, જનતાને બધુ જ દેખાઈ રહ્યું છે. અમે સરકાર સામે લડી રહ્યા છીએ. અમને અનુશાસનહીન કહેવામાં આવી રહ્યા છે. અપમાન કરવામાં આવે છે. શું દરેક કુસ્તી ખેલાડી, જે અવાજ ઉઠાવે છે, તે અનુશાસનહીન છે. ઘણા મેડલ જીત્યા. શું આ અનુશાસનમાં રહીને જ ગોલ્ડ મેડલ જીત્યા છે?

ADVERTISEMENT

IOA પ્રમુખ પીટી ઉષાએ કહ્યું કે, કુસ્તીબાજોનો વિરોધ રમત માટે સારો નથી, તે અનુશાસનહીન છે. તેમણે કહ્યું કે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) પાસે યૌન ઉત્પીડન માટે એક સમિતિ છે, રસ્તા પર જવાને બદલે તેઓ (વિરોધ કરનારા કુસ્તીબાજો) પહેલા અમારી પાસે આવી શક્યા હોત પરંતુ તેઓ IOAમાં ન આવ્યા. આ રમત માટે સારું નથી. તેમનામાં થોડી શિસ્ત પણ હોવી જોઈએ.

    follow whatsapp

    ADVERTISEMENT