ખાપ પંચાયતોની દિલ્હી કૂચ, જવાબમાં સુનામીની ધમકી… પહેલવાનોના પ્રોટેસ્ટ પર મોટા Updates

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હીઃ  રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન શોષણ સહિતના અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. બીજી તરફ રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર શુક્રવારે કુસ્તીબાજોને મળશે. આ પહેલા કુસ્તીબાજો ગુરુવારે અનુરાગ ઠાકુરને મળ્યા હતા અને તેમની સાથે ડિનર લીધું હતું. બ્રિજભૂષણ શરણ સિંહ સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. જો કે તેમના રાજીનામા પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહને ફોન કરીને 24 કલાકમાં રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું છે. તો ત્યાં બ્રિજભૂષણ શરણ કહે છે કે હું રાજીનામું નહીં આપું. હું કોઈપણ પૂછપરછ માટે તૈયાર છું. બીજી તરફ ખાપ પંચાયતોએ વિરોધ કરી રહેલા ખેલાડીઓના સમર્થનમાં દિલ્હી તરફ કૂચ કરી છે. આવો જાણીએ આ સમગ્ર મામલાના મોટા અપડેટ્સ…

1- કુસ્તીબાજોએ ભારતીય ઓલિમ્પિક સંઘને ફરિયાદ કરી
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા સામે વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ ભારતીય ઓલિમ્પિક સંઘમાં કુસ્તીબાજોની જાતીય સતામણી અંગે ફરિયાદ નોંધાવી છે. એસોસિએશનના પ્રમુખ પીટી ઉષાને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ દ્વારા ઘણી મહિલા રેસલરોની જાતીય સતામણી કરવામાં આવી હતી. વિનેશ ફોગાટને માનસિક સતામણીનો સામનો કરવો પડ્યો હતો અને તેને ટોક્યો ઓલિમ્પિકમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ દ્વારા માનસિક રીતે હેરાન કરવામાં આવી હતી.

મોંઘવારીનો વધુ એક માર, સિંગતેલના ડબ્બાના ભાવ આપને કડકડતી ઠંડીમાં ચઢાવી દેશે ગરમી.. !

2- અધ્યક્ષ રાજીનામું આપે, રેસલિંગ ફેડરેશનનું વિસર્જન કરવું જોઈએ – કુસ્તીબાજોની માગ
ભારતીય ઓલિમ્પિક એસોસિએશનને લખેલા પત્રમાં કુસ્તીબાજોએ મુખ્યત્વે ચાર માંગણીઓ રજૂ કરી છે. કુસ્તીબાજોની પહેલી માગ એ છે કે IOAએ જાતીય સતામણીના મામલાની તપાસ માટે એક કમિટી બનાવવી જોઈએ.
WFIના પ્રમુખ બ્રિજભૂષણ સિંહે રાજીનામું આપવું. ઉપરાંત રેસલિંગ ફેડરેશનનું વિસર્જન કરવું જોઈએ. કુસ્તી મહાસંઘને ચલાવવા માટે કુસ્તીબાજો સાથે પરામર્શ કરીને નવી સમિતિની રચના કરવી જોઈએ.

ADVERTISEMENT

3- ફેડરેશનનું વિસર્જન કરવું જોઈએ, આ છે મુખ્ય માંગ – બજરંગ પુનિયા
હડતાળના ત્રીજા દિવસે બજરંગ પુનિયાએ કહ્યું કે અમારી મુખ્ય માગ ફેડરેશનનું વિસર્જન કરવાની છે. જરૂર પડશે તો અમે કાનૂની માર્ગ અપનાવીશું. તેમણે કહ્યું કે અમે પ્રસિદ્ધિ માંગતા નથી. અમે ઈચ્છીએ છીએ કે અમારી માગ પુરી થાય. આમાં ન તો ઉદ્યોગપતિઓ સામેલ છે કે ન રાજકારણીઓ… આ રમતવીરોનો વિરોધ છે. તેમણે કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે તેને જાતિનો કોણ આપવામાં આવી રહ્યો છે. રમતગમતમાં કોઈ જાતિ નથી. રમતા પહેલા પૂછવામાં આવતું નથી કે તમે કઈ જાતિના છો.

ADVERTISEMENT

બજરંગ પુનિયાએ કહ્યું, અમારા આરોપોની તપાસ થવી જોઈએ. તેણે કહ્યું કે મહિલા રેસલર્સ સાથે યૌન ઉત્પીડન થયું છે. અમે હજુ એફઆઈઆર અંગે નિર્ણય લીધો નથી. પૂનિયાએ કહ્યું કે અમને પહેલા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ જ કારણ છે કે અમે પહેલા સ્પીકરના સમર્થનમાં વાત કરી હતી.

ADVERTISEMENT

4- હું મોઢું ખોલું તો સુનામી આવશે – બ્રિજ ભૂષણ શરણ સિંહ
કુસ્તીબાજોના જાતીય સતામણીના આરોપોને પગલે પદ છોડવાના વધી રહેલા દબાણ વચ્ચે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું છે કે તેઓ હાલમાં રાજીનામું આપવાના નથી, તેઓ સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું કે ખેલાડીઓ તેમના સમર્થનમાં સતત આગળ આવી રહ્યા છે. તેમણે કહ્યું કે હું કોઈની દયાથી અધ્યક્ષ નથી બન્યો, જો હું મોઢું ખોલીશ તો સુનામી આવશે.

શિસ્ત ભંગ મામલે કોંગ્રેસ ભાજપના રસ્તે, 38 કાર્યકર્તા-આગેવાનોને કર્યા સસ્પેન્ડ

ખેલ મંત્રી અનુરાગ ઠાકુર આજે વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને મળશે. આ પહેલા ગુરુવારે રાત્રે પણ અનુરાગ ઠાકુરે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો સાથે બેઠક કરી હતી. રાત્રે બે વાગ્યા સુધી બેઠક ચાલી. રમતગમત મંત્રાલયે આ મામલાની તપાસ માટે એક સમિતિ બનાવવાનું સૂચન કર્યું છે. જોકે, ખેલાડીઓની માંગ છે કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનું વિસર્જન કરવામાં આવે.

6- ભારતીય રેસલિંગ ફેડરેશન આજે આરોપોનો જવાબ આપી શકે છે
બુધવારે જ કુસ્તીબાજોના ધરણા બાદ રમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને નોટિસ પાઠવીને 72 કલાકમાં જવાબ દાખલ કરવા કહ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર આજે કુસ્તી સંઘ કુસ્તીબાજોના આરોપો પર જવાબ દાખલ કરી શકે છે.

7- ત્રીજા દિવસે પણ હડતાલ ચાલુ
ભારતીય કુસ્તીબાજો વિનેશ ફોગટ, બજરંગ પુનિયા, સાક્ષી મલિક સહિત 30 કુસ્તીબાજોએ બુધવારે રેસલિંગ ફેડરેશન અને તેના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ મોરચો ખોલ્યો અને વિરોધ કરવાનું શરૂ કર્યું. ખેલાડીઓએ કહ્યું કે મહિલા રેસલરોનું યૌન શોષણ થાય છે. તેમને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. WFI પ્રેસિડેન્ટ ખુલ્લેઆમ કુસ્તીબાજોને અપશબ્દો અને દુર્વ્યવહાર કરે છે. કુસ્તીબાજોનો દાવો છે કે રેસલિંગ ફેડરેશન નિયમોના નામે કુસ્તીબાજોને હેરાન કરે છે. કુસ્તીબાજોએ કુસ્તી મહાસંઘને ભંગ કરવાની માગ ઉઠાવી છે.

ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની ખૂલી પોલ, ધો.8માં ભણતા 48 ટકા વિદ્યાર્થીઓને વાંચવામાં પણ ફાં-ફાં

8- ખાપોએ જંતર-મંતર પર બેઠેલા ખેલાડીઓના સમર્થનમાં દિલ્હી તરફ કૂચ કરી
આ પહેલા ગુરુવારે પંચાયત ખાપે ધરણા પર બેઠેલા કુસ્તીબાજોને સમર્થન આપ્યું હતું. પંચાયત ખાપે ખેલાડીઓના સમર્થનમાં દિલ્હી તરફ કૂચ શરૂ કરી દીધી છે. પંચાયત ખાપોએ સરકારને સીધી ચેતવણી આપી હતી કે રેસલિંગ ફેડરેશનના પ્રમુખ સામે એફઆઈઆર દાખલ થવી જોઈએ અને સરકારે તેમને તાત્કાલિક બરતરફ કરવા જોઈએ. બીજી તરફ ધનખર ખાપે પણ ખેલાડીઓને સમર્થન આપ્યું છે.

9- વિજેન્દર સિંહ સમર્થનમાં પહોંચ્યો
બીજી તરફ બોક્સર વિજેન્દર સિંહ પણ કુસ્તીબાજોના સમર્થનમાં જંતર-મંતર પહોંચ્યો હતો. જો કે, આ દરમિયાન તેણે કહ્યું કે તે કંઈ નહીં બોલે, માત્ર ખેલાડીઓના સમર્થનમાં ત્યાં પહોંચ્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT