વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ: ભારત વિશ્વનો 12મો સૌથી દુઃખી દેશ

ADVERTISEMENT

Unhappy country of world
ભારત વિશ્વનો 12 મો સૌથી દુખી દેશ
social share
google news

World Happiness index report : આ વર્ષે વર્લ્ડ હેપિનેસ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. જેના આધારે સૌથી  વધારે ખુશ અને સૌથી વધારે દુખી દેશોની યાદી બહાર પાડવામાં આવી છે. સૌથી વધારે દુખી દેશોની યાદીમાં અફઘાનિસ્તાન મોખરે છે. આ રિપોર્ટમાં ભારતની રેન્કિંગ પણ નિરાશાજનક રહી છે. 

પ્રતિવર્ષ બહાર પાડવામાં આવે છે યાદી

પ્રતિવર્ષ બહાર પાડવામાં આવતા વર્લ્ડ હેપિનેસ રિપોર્ટ જણાવે છે કે, કયો દેશ સૌથી વધારે ખુશ અને દેશ સૌથી વધારે દુખી છે. વૈશ્વિક સ્તર પર ખુશીનું સ્તર નિશ્ચિત કરવા માટે અનેક વાતોનું ધ્યાન રાખવામાં આવે છે. જેમાં લોકોની આઝાદી, સ્વાસ્થય, ભ્રષ્ટાચાર, આવક જેવી બાબતોનો સમાવેશ થાય છે. સૌથી વધારે દુખી દેશોની યાદીમાં પહેલું નામ અફઘાનિસ્તાનનું છે. આ યાદીમાં ભારતનું સ્થાન પણ ખુબ જ નિરાશાજનક છે. 

કયા આધારે બને છે હેપિનેસ રિપોર્ટ

આ રિપોર્ટને તૈયાર કરવાના મુખ્ય 6 પાસા છે. સામાજિક સુરક્ષા, સ્વાસ્થય, આવક, આઝાદી, લોકો વચ્ચે ઉતારતાની ભાવના અને ભ્રષ્ટાચારનું ન હોવું. વ્યક્તિને ખુશ રહેવા માટે આ તમામ બાબતોનું હોવું જરૂરી છે. જે દેશ આ તમામ કારકો પર ખરા નથી ઉતરતો અથવા ઓછા પોઇન્ટ પ્રાપ્ત કરે છે તે સૌતી દુખી દેશ માનવામાં આવે છે. 

ADVERTISEMENT

વિશ્વના 9 સૌથી દુખી દેશ
અફઘાનિસ્તાન

137 દેશોની યાદીમાં અફઘાનિસ્તાન સૌથી નીચે રહીને વિશ્વનો સૌથી દુખી દેશ છે. તાલિબાનના શાસનમાં અફઘાનિસ્તાન ખુબ જ જીવન પ્રત્યાશા, ગરીબી, ભુખમરી સહી રહ્યો છે. દશકો સુધી યુદ્ધનું મેદાન રહેલો આ દેશ મોંઘવારી, બેરોજગારી અને તાલિબાનોના ક્રૂર શાસન વચ્ચે નિરાશાથી ભરપુર જીવન જીવવા માટે મજબુર છે. 

લેબનાન
સૌથી દુખી દેશોની યાદીમાં લેબનોનું સ્થાન બીજું છે. અહીં સામાજિક અને રાજનીતિક ઉથલ પાથલ, આર્થિક અસ્થિરતા સહી રહેલો લોકો સમાજ અને સરકારથી નાખુશ છે.

ADVERTISEMENT

સિએરા લિયોન
સિએરા લિયોન સૌથી દુખી દેશોની યાદીમાં ત્રીજા નંબર પર છે અને આફ્રિકામાં સૌથી પહેલા સ્થાન પર છે. અહીંની આર્થિક સ્થિતિ ખુબ જ ખરાબ છે. રાજનીતિક અસ્થિરતાને કારણે લોકો વચ્ચે અસંતોષની ભાવના છે. સામાજિક ઉથલ પાથલ સામે લડી રહેલા આ દેશના નાગરિક ભોજનની જરૂરિયાતો પણ પુરી કરી શકતા નથી. 

ADVERTISEMENT

જિમ્બોબ્વે
વર્લ્ડ હેપિનેસ રિપોર્ટમાં ચોથા સ્થાન પર જિંબાબ્વે છે. જિમ્બોબ્વે પણ હાલ અનેક પ્રકારના પડકારો સામે લડી રહ્યું છે. જે અંગે અહીંના લોકોમાં નિરાશા અને હતાશા જોવા મળી રહી છે.

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગો
લાંબા સમયથી સંઘર્ષ, રાજનીતિક ઉથલ પાથલ, સરમુખત્યાર શાસન, લોકોને જબરજસ્તી પલાયનનો સામનો કરી રહેલા કોંગો સૌથી દુખી દેશોની યાદીમાં પાંચમા નંબર પર છે. ચારો તરફથી પડકારોથી ઘેરાયેલા કોંગોના લોકો દેશોની યાદી જોઇને ખુબ જ અસંતોષ અને નિરાશા છે. 

બોત્સ્વાના

બોત્સ્વાનામાં રાજકીય-સામાજિક સ્થિરતાનો પણ અભાવ છે જેના કારણે લોકો સંતુષ્ટ નથી અને આ દેશ સૌથી અસંતુષ્ટ દેશોની યાદીમાં છઠ્ઠા સ્થાને છે.

માલાવી

વધતી વસ્તી, બંજર જમીન અને સિંચાઈની સુવિધાના અભાવ જેવી મુશ્કેલીઓનો સામનો કરી રહેલ માલાવી નાખુશ દેશોની યાદીમાં સાતમા સ્થાને છે. અહીંના લોકો પાસે ખાદ્ય પદાર્થોની અછત છે અને અર્થવ્યવસ્થા ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. મર્યાદિત સંસાધનો વચ્ચે વધતી જતી વસ્તીના બોજા હેઠળ દબાયેલા માલાવીના લોકોમાં નિરાશા છે.

કોમોરો

કોમોરોસ એટલું અસ્થિર છે કે તેને 'કૂપ કન્ટ્રી' કહેવામાં આવે છે. અહીંના લોકો સામાજિક-રાજકીય અસ્થિરતાને કારણે ભારે નિરાશાની સ્થિતિમાં છે અને આ 8મો સૌથી નાખુશ દેશ છે.

તાંઝાનિયા

આર્થિક, સામાજિક અને રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહેલું તાન્ઝાનિયા સૌથી અસંતુષ્ટ દેશોની યાદીમાં 9મા સ્થાને છે.

ભારતનું રેન્કિંગ શું છે?

ભારત ભલે આ યાદીમાં સામેલ ન હોય પરંતુ તેની સ્થિતિ પણ બહુ સારી નથી. 137 દેશોની યાદીમાં ભારત નીચેથી 12મા સ્થાને છે, એટલે કે તે વિશ્વનો 12મો સૌથી નાખુશ દેશ છે. ભારત વૈશ્વિક મંચ પર ઝડપથી ઉભરતી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી રહ્યું છે પરંતુ હેપ્પી રિપોર્ટમાં તેનું પ્રદર્શન બહુ સારું રહ્યું નથી.

    follow whatsapp

    ADVERTISEMENT