Women’s World Cup : પાકિસ્તાનને પાંચમી વાર હરાવી, ભારતે કબ્જે કરી ટ્રોફી
કેપ ટાઉન : જોમિમા રોડ્રિગ્સ અને રિચા ઘોષની અડધીસદીના દમ પર ભારતીય ટીમે વિમેન્સ ટી-20 વર્લ્ડકપમાં જીત સાથે શરૂઆત કરી છે. હરમનપ્રીત કૌરની લીડરશીપમાં ઉતરેલી…
ADVERTISEMENT
કેપ ટાઉન : જોમિમા રોડ્રિગ્સ અને રિચા ઘોષની અડધીસદીના દમ પર ભારતીય ટીમે વિમેન્સ ટી-20 વર્લ્ડકપમાં જીત સાથે શરૂઆત કરી છે. હરમનપ્રીત કૌરની લીડરશીપમાં ઉતરેલી ભારતીય ટીમે પોતાની પહેલી મેચમાં પાકિસ્તાનને 7 વિકેટે હરાવી દીધા હતા. ભારતીય ટીમ પોતાની આગામી મેચ 15 ફેબ્રુઆરીના રોજ કેપ ટાઉનમાં વેસ્ટ ઇન્ડિઝની વિરુદ્ધ રમશે.
આ ભારતીય ટીમ વર્લ્ડ કપમાં પાકિસ્તાન પર 5મી જીત છે. વિમન્સ ટી-20 ક્રિકેટના ઇતિહાસમાં ભારતે પાકિસ્તાનને ઓવરઓલ 11 વખત હરાવી ચુક્યા છે. કેપ ટાઉનના ન્યૂઝીલેન્ડ મેદાન પર રવિવારે પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 149 રન બનાવ્યા હતા. ટીમની તરફથી આયેશા નસીમે 25 બોલમાં 43 રનની સ્ફોટક ઇનિંદ રમી હતી. બીજી તરફ કેપ્ટન બિસ્માહ મરુફે 55 બોલમાં અણનમ 68 રનનું યોગદાન આપ્યું હતું.
જવાબમાં ભારતીય ટીમે 6 બોલ બાકી હતા ત્યારે જ 6 વિકેટ પર જીત માટે જરૂરી રન બનાવી લીધા હતા. ટીમની તરફથી જેમિમા રોડ્રિગ્ઝે 53 રનની અર્ધસતકીય રમત રમ્યા હતા. તેમણે રિચા ઘોષની સાથે 33 બોલના 58 રનની અવિજિત ભાગીદારી કરી હતી.
ADVERTISEMENT
ટીમ ઇન્ડિયાની વિરુદ્ધ PAK નો સૌથી મોટો સ્કોર
આ મેચમાં પાકિસ્તાને 20 ઓવરમાં 4 વિકેટમાં 149 રન બનાવ્યા હતા. આ પાકિસ્તાન વિમન્સ ક્રિકેટની ટીમ ઇન્ડિયા વિરુદ્ધનો સૌથી મોટો સ્કોર છે. આ અગાઉ પાકિસ્તાન ટીમે ગત્ત વર્ષે સિલહટમાં 137 રન બનાવ્યા હતા. મેચમાં ભારત તરફથી રાધા યાદવે બે વિકેટ ઝડપી હતી. દીપ્તિ શર્મા, પુજા વસ્ત્રાકરને એક વિકેટ મળી હતી.
પાકિસ્તાની કેપ્ટન મરુફ અને આયેશા નસીમ વચ્ચે 47 બોલમાં 81 રનની પાર્ટનરશીપ થઇ હતી. બંન્ને બેટ્સમેને અંતિમ 5 ઓવરમાં 58 રન બનાવ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT