Women’s Reservation બન્યો કાયદો, રાષ્ટ્રપતિએ હસ્તાક્ષર બાદ સરકારે ગેઝેટ બહાર પાડ્યું

ADVERTISEMENT

Women's Reservation bill now LAW
Women's Reservation bill now LAW
social share
google news

નવી દિલ્હી : Women’s Reservation Bill : નારી શક્તિ વંદન અધિનિયમ હવે કાયદો બની ચુક્યો છે. જ્યારથી તે લાગુ થશે ત્યાર બાદ લોકસભામાં 543 સીટો પૈકી 181 સીટો મહિલાઓ માટે અનામત રહેશે. 15 વર્ષ સુધી રહેશે. ત્યાર બાદ સંસદ ઇચ્છે તો તેની અવધિ વધારી શકે છે.

મહિલા અનામત બિલ પર રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ તે કાયદો બન્યો

મહિલા અનામત બિલ પર રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ પોતાના હસ્તાક્ષર કરી દીધા છે. ત્યાર બાદ તેઓ આ વિધેયક હવે કાયદો બની ચુક્યો છે. ભારત સરકારે આ અંગે ગેઝેટ બહાર પાડી દીધું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નારી શક્તિ વંદન અધિનિયમ વિધેયકને ગુરૂવારે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડના હસ્તાક્ષર બાદ રાષ્ટ્રપતિ પાસે તેમના અનુમોદન માટે મોકલવામાં આવ્યું હતું. આ મહિનાની શરૂઆતથી સંસદના વિશેષ સત્ર દરમિયાન સંવિધાન સંશોધન વિધેયકને લોકસભા અને રાજ્યસભામાં સર્વ સંમતીથી પસાર કરવામાં આવ્યું હતું. તેને નારી શક્તિ અધિનિયમના નામથી ઓળખવામાં આવશે.

લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓને મળશે અનામત

આ વિધેયક બાદ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. જો કે મહિલાઓને તેનો લાભ વસ્તીગણતરી અને પરિસીમન (લોકસભા અને વિધાનસભા વિસ્તારનું પુનર્નિધારણ)ની પ્રક્રિયા બાદ મળશે. નારી શક્તિ વંદન અધિનિયમ લાગુ થયા બાદ લોકસભાની 543 સીટોમાંથી 181 સીટો મહિલાઓ માટે અનામત રહેશે. આ અનામત 15 વર્ષ સુધી લાગુ રહેશે. ત્યાર બાદ સંસદ ઇચ્છે તો તેને લંબાવી શકે છે. અનામત સીધું જ પસંદગી પામેલા જનપ્રતિનિધિઓ માટે લાગુ થશે. એટલે કે રાજ્યસભા અને રાજ્યોની વિધાનસભા પરિષદના અંતર્ગત નહી આવે.

ADVERTISEMENT

Government of India issues a gazette notification for the Women's Reservation Bill after it received the assent of President Droupadi Murmu. pic.twitter.com/GvDI2lGF1C

— ANI (@ANI) September 29, 2023

લોકસભા અને રાજ્યસભામાં આ દિવસે પસાર થયું હતું

મહિલા અનામત સંબંધિત 128 મું સંવિધાન સંશોધન વિધેયક 21 સપ્ટેમ્બરે રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું. બિલના પક્ષમાં 214 મત પડ્યા જ્યારે કોઇએ પણ બિલ વિરુદ્ધ મત નહોતો આપ્યો. તે પહેલા 20 સપ્ટેમ્બરે વિધેયકને લોકસભામાં મંજૂરી મળી ગઇ હતી. લોકસભાએ પણ આ બિલને બે તૃતિયાંશ બહુમતી સાથે પાસ કર્યું હતું. તેના પક્ષમાં 454 અને વિરોધમાં બે મત પડ્યા હતા.

ADVERTISEMENT

જો કે કાયદાને અમલમાં લાવવા માટે આ શરતો પુર્ણ કરવી પડશે

રાષ્ટ્રપતિની મંજૂરી બાદ તે કાયદો બની ચુક્યો છે. જો કે તેને અમલમાં લાવતા પહેલા બે શરતો પુર્ણ કરવી પડશે. આ શરતો વસ્તીગણતરી અને પરિસીમનની છે જેને પુર્ણ કરવામાં અનેક વર્ષો લાગી શકે છે. નારી શક્તિ વંદન કાયદાને પ્રભાવી થવામાં હજી લાંબો સમય લાગશે. બે શરતો પૈકી અનામત વસતી ગણતરી બાદ જ આ કાયદો લાગુ થશે. પરિસીમનના આધારે જ મહિલાઓ માટે 33 ટકા સીટો અનામત કરવામાં આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT