મહિલાઓ એન્કર કે ગેસ્ટ તરીકે હાજર નહી રહી શકે, મીડિયા પર તાલિબાનોનું નવું ફરમાન
નવી દિલ્હી : અફઘાનિસ્તાનમાં તાલિબાનો દ્વારા મહિલાઓ પર સતત પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે. તેમના શાળાનો અભ્યાસ અટકાવ્યા બાદ હવે મીડિયા સેક્ટરમાં પણ મહિલાઓ પર…
ADVERTISEMENT
નવી દિલ્હી : અફઘાનિસ્તાનમાં તાલિબાનો દ્વારા મહિલાઓ પર સતત પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે. તેમના શાળાનો અભ્યાસ અટકાવ્યા બાદ હવે મીડિયા સેક્ટરમાં પણ મહિલાઓ પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવાઇ રહ્યા છે. મીડિયાને તાલિબાનો તરફથી સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે, કોઇ મહિલા એંકર, પુરૂષોની સાથે હોસ્ટ નહી કરે. બીજી તરફ કોઇ પણ મહિલા ગેસ્ને પણ શોમાં નહી બોલાવા માટે સલાહ અપાઇ છે.
તાલિબાનોએ મીડિયાને સ્પષ્ટ નિર્દેશો આપ્યા
બહાર પાડવામાં આવેલા તાલિબાને મીડિયાને સ્પષ્ટ રીતે કહ્યું કે, મહિલાઓ પર વધારે પ્રતિબંધો લાગવાના છે. તે પ્રતિબંધોમાં મહિલાઓ માટે કોઇ કોલ આ શો નહી હોય. તેમણે પુરુષોની સાથે સંયુક્ત ઓફીસ નહી મળે. પુરુષોની સાથે હોસ્ટિંગ નહી કરી શકે. કોઇ લાઇવ રેડિયો પ્રોગ્રામમાં પણ મહિલાઓની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવાશે. તાલિબાનના કેટલાક અધિકારીઓ શુક્રવારે કંધાર ગયા હતા. ત્યાં તેમણે મીડિયાને આ ફરમાન અંગે માહિતી આપી હતી.
તાલિબાનોએ પોતાની મહિલા વિરોધી માનસિકતા ફરી છતી કરી
હાલ સમગ્ર વિશ્વ સામે તાલિબાન પોતાની મહિલા વિરોધી વિચારધારાના કારણે આચોચનાનો સામનો કરી રહ્યા છે. હાલમાં જ તેમના દ્વારા યુનિવર્સિટીમાં મહિલાઓના અભ્યાસ પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો હતો. તેણે મહિલાઓના પાર્કમાં જવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હાલ તો આ નિર્ણયોનો ભારે વિરોધ થઇ રહ્યો છે. જી7 દેશોના વિદેશ મંત્રીઓએ તો બહાર પાડેલા એક નિવેદનમાં કહ્યું કે, તાલિબાનોએ પોતાની મહિલા વિરોધી નીતિઓમાં ફેરફાર કરવો પડશે.
ADVERTISEMENT
ADVERTISEMENT