Amul ના આઈસક્રીમ ટબમાંથી કાનખજૂરો મળ્યો, કંપનીએ ગ્રાહકને મળીને શું કહ્યું?
Amul Ice-Cream News: નોઈડામાં એક મહિલા ગ્રાહકને તેના આઈસ્ક્રીમ બોક્સમાંથી કાનખજૂરો મળી આવ્યા બાદ, અમૂલે સોમવારે તેને તે ડબ્બો પરત કરવા વિનંતી કરી છે. જેથી, જે આઈસ્ક્રીમ બોક્સમાં કાનખજૂરો મળી આવ્યો હતો તેની તપાસ થઈ શકે.
ADVERTISEMENT
Amul Ice-Cream News: નોઈડામાં એક મહિલા ગ્રાહકને તેના આઈસ્ક્રીમ બોક્સમાંથી કાનખજૂરો મળી આવ્યા બાદ, અમૂલે સોમવારે તેને તે ડબ્બો પરત કરવા વિનંતી કરી છે. જેથી, જે આઈસ્ક્રીમ બોક્સમાં કાનખજૂરો મળી આવ્યો હતો તેની તપાસ થઈ શકે. કારણ કે અમૂલ ભારત અને વૈશ્વિક બજારમાં ઉચ્ચતમ ગુણવત્તાયુક્ત ડેરી ઉત્પાદનો સપ્લાય કરે છે.
મહિલાએ ઓનલાઈન મગાવેલા આઈસક્રીમમાં કાનખજૂરો
ન્યૂઝ એજન્સી તરફથી મળેલી માહિતી અનુસાર, નોઈડાની એક મહિલાએ ઈન્સ્ટન્ટ ડિલિવરી એપ દ્વારા આઈસ્ક્રીમના ટબનો ઓર્ડર આપ્યો હતો. મહિલાએ દાવો કર્યો હતો કે આઈસ્ક્રીમ ટબની અંદર કાનખજૂરો છે. આ પછી ફૂડ સેફ્ટી અધિકારીઓએ મામલાની તપાસ શરૂ કરી. જાણકારી છે કે દીપા દેવી નામની મહિલાએ X પર એક પોસ્ટ કરી હતી.
ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) જે અમૂલના ડેરી ઉત્પાદનોનું માર્કેટિંગ કરે છે. તેમણે નોઈડામાં મહિલા ગ્રાહકને થયેલી અસુવિધા પર ખેદ વ્યક્ત કર્યો. નોઈડાના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. તેના એક નિવેદનમાં અમૂલે કહ્યું કે, અમને આ મામલાની જાણકારી મળતા જ અમે તરત જ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી.
ADVERTISEMENT
કંપનીએ ગ્રાહકને શું કહ્યું?
અમૂલનું કહેવું છે કે મહિલા ગ્રાહકને થયેલી અસુવિધા માટે અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ. અમે ગ્રાહકનો સતત સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. એ જ દિવસે અમે રાત્રે 9.30 પછી મળવાની વાત પણ કરી. ગ્રાહક સાથેની મીટિંગ દરમિયાન અમે આઈસ્ક્રીમનું બોક્સ પણ માંગ્યું જેથી તેની તપાસ થઈ શકે. પરંતુ, મહિલાએ બોક્સ આપવાની ના પાડી દીધી હતી. અમૂલનું કહેવું છે કે જ્યાં સુધી અમને મહિલા ગ્રાહક પાસેથી આઈસ્ક્રીમ ટબ પરત ન મળે ત્યાં સુધી આ મામલાની તપાસ કરવી અમારા માટે ખૂબ જ મુશ્કેલ છે. આ ઘટના અમારી પેકિંગ અને સપ્લાય ચેન માટે પણ મોટો મુદ્દો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
પ્લાન્ટની મુલાકાત લેવાની ઓફર આપી
ગ્રાહક સાથેની મુલાકાત દરમિયાન અમૂલે જણાવ્યું કે અમૂલનો પ્લાન્ટ ISO પ્રમાણિત છે. અહીં, વિવિધ ગુણવત્તાની તપાસ કર્યા પછી, અમે લોકો સુધી કોઈપણ ઉત્પાદન પહોંચાડીએ છીએ. આ ઉપરાંત અમૂલે ગ્રાહકને તેના પ્લાન્ટની મુલાકાત લેવા વિનંતી પણ કરી હતી. જેથી તે જોઈ શકે કે ત્યાંની પ્રક્રિયા અને ઉત્પાદન કાર્યમાં કેટલી સ્વચ્છતા અને ઉચ્ચ ધોરણોનું પાલન કરવામાં આવે છે. અમૂલે માહિતી આપી હતી કે અમૂલ ઉત્પાદનો 50 થી વધુ દેશોમાં વેચાય છે. અમે અમારા ઉત્પાદનોમાં ખાદ્ય સુરક્ષાના ઉચ્ચતમ ધોરણોનું પાલન કરીએ છીએ.
ADVERTISEMENT