‘OYO રૂમ્સમાં છોકરીઓ હનુમાનજીની આરતી ઉતારવા માટે નથી જતી’, મહિના આયોગના અધ્યક્ષનો બફાટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

હરિયાણા મહિલા આયોગની અધ્યક્ષ રેણુ ભાટિયાએ છોકરીઓને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું છે, જેના પછી ચારેબાજુ હંગામો શરૂ થઈ ગયો છે. મહિલા આયોગના અધ્યક્ષે કહ્યું કે, OYO રૂમમાં છોકરીઓને શા માટે જાય છે? અહીં છોકરીઓ હનુમાનજીની આરતી કરવા તો નથી જતી! છોકરીઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેમની સાથે કંઈક અપ્રિય બની શકે છે. રેણુ ભાટિયાએ આ વાત ત્યારે કહી જ્યારે તે હરિયાણાની એક કોલેજમાં સાયબર ક્રાઈમ અને અવેરનેસ પ્રોગ્રામ પર લોકોને સંબોધિત કરી રહી હતી.

મોટાભાગે યુવતીઓ સાથે બનતી અપ્રિય ઘટનામાં પોતે જ જવાબદાર
પોતાના કાર્યક્રમમાં તેમણે વધુમાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી લિવ ઇન રિલેશનશિપ ગાઇડલાઇન્સને કારણે ઘણા કિસ્સાઓમાં હાથ બંધાયેલા છે. જેના કારણે અનેક મામલાઓ ઉકેલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જાગૃતિ કાર્યક્રમમાં મહિલા આયોગના અધ્યક્ષે કહ્યું કે, ફરી એકવાર આ કાયદાની સમીક્ષા કરવી પડશે. રેણુ ભાટિયાએ કાર્યક્રમમાં તો ત્યાં સુધી કહ્યું કે, યુવતીઓ સાથે જે અપ્રિય ઘટના બની રહી છે તેના માટે તે પોતે જ જવાબદાર છે. તપાસ માટેના મોટાભાગના કેસ લિવ-ઈન રિલેશનશિપના આવે છે.

ADVERTISEMENT

હરિયાણા મહિલા આયોગના ચેરપર્સન રેણુ ભાટિયાએ જણાવ્યું હતું કે, મોટા ભાગના કેસોમાં યુવતી એક જ ફરિયાદ સાથે આવે છે કે કોઈ નશાકારક પીણું પીવડાવીને તેનું શારીરિક શોષણ કરવામાં આવ્યું અને આરોપીઓએ તેના નશામાં હોવાનો ફાયદો ઉઠાવ્યો હતો. છોકરીઓએ જાણવું જોઈએ કે, તેમની સાથે કંઈક ખોટું થઈ શકે છે. કોલેજમાં આવ્યા પછી મોટા ભાગના છોકરા-છોકરીઓને લાગે છે કે તેમને સંપૂર્ણ સ્વતંત્રતા મળી ગઈ છે, હવે તેઓ તેમની ઈચ્છા મુજબના તમામ કામ કરી શકે છે.

    follow whatsapp

    ADVERTISEMENT