નવેમ્બરમાં જ દિલ્હીમાં શિયાળાનું વેકેશન, ‘પ્રદૂષણ સંકટ’ વચ્ચે સ્કૂલોમાં રજા જાહેર
Delhi Schools Closed: દિલ્હી સરકારે વધતા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને નવેમ્બરમાં જ શિયાળાના વેકેશનની જાહેરાત કરી દીધી છે. તમામ સ્કૂલોમાં 9 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી…
ADVERTISEMENT
Delhi Schools Closed: દિલ્હી સરકારે વધતા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને નવેમ્બરમાં જ શિયાળાના વેકેશનની જાહેરાત કરી દીધી છે. તમામ સ્કૂલોમાં 9 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી વિન્ટર બ્રેક એટલે કે શિયાળાની રજા જાહેર કરવામાં આવી છે. આ પહેલા વાયુ પ્રદૂષણ (air pollution)ને કારણે દિલ્હી સરકારે 3 નવેમ્બરે સ્કૂલોમાં ફિઝિકલ ક્લાસ બંધ કરીને ઓનલાઈન ક્લાસ શરૂ કર્યા છે. તો હવે દેશની રાજધાનીમાં 18 નવેમ્બર સુધી સ્કૂલો બંધ રહેશે.
બાળકોની સુરક્ષાને ધ્યાને રાખી લેવાયો નિર્ણય
ખરેખર, સ્કૂલોમાં શિયાળાની રજાઓ સામાન્ય રીતે ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં જાહેર કરવામાં આવે છે પરંતુ આ વખતે સરકારે શિયાળાની રજાઓ ઘણી વહેલી જાહેર કરી છે. દિલ્હી સરકારનો આ નિર્ણય બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
રજાઓ સમય પહેલા જ જાહેર
છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ‘ખતરનાક’ સ્તરે છે. ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 900ને પાર કરી ગયો છે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ધોરણ 10 અને ધોરણ 12 સિવાયના તમામ ક્લાસ 10 નવેમ્બર સુધી ઓનલાઈન મોડમાં ચાલી રહ્યા હતા. પરંતુ આ વચ્ચે હવે અરવિંદ કેજરીવાલે શિયાળાની રજાઓ સમય પહેલા જાહેર કરવાની સૂચનાઓ જારી કરી છે.
ADVERTISEMENT
શિયાળાની રજા સાથે કરાશે એડજસ્ટ
પ્રદૂષણને કારણે દિલ્હીની તમામ સ્કૂલોને ઔપચારિક આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં પ્રદૂષણના કારણે જે સ્કૂલોને બંધ કરવી પડી છે, તેનાથી બાળકોના શિક્ષણને નુકસાન ન થાય એટલે શિયાળાની રજાઓની સાથે આ રજાઓને એડજસ્ટ કરવામાં આવી રહી છે.
રવિવારથી વધારે વધ્યું પ્રદૂષણ
અત્રે ઉલ્લેખનીય છે કે, રવિવારે દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણ વધું ગયું છે. ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) સ્તર 900ને પાર કરી ગયું છે. સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (SAFAR)ના અનુમાન અનુસાર, થોડા દિવસ સુધી દિલ્હી-NCRને પ્રદૂષણથી રાહત મળવાની કોઈ આશા નથી. કારણ કે જોરદાર પવન અને વરસાદથી વાયુ પ્રદૂષણથી છુટકારો મળી શકે છે, પરંતુ આગામી દિવસોમાં વરસાદની કોઈ શક્યતા નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT