શું સરકારી કર્મચારીઓનો વધશે પગાર? 8માં પગાર પંચને લઈને મોટી અપડેટ
8th Pay Commission: નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. જેમ જેમ બજેટની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ સરકારને આઠમા પગાર પંચની વહેલી તકે રચના કરવા માટે વધુ એક પ્રસ્તાવ મળ્યો છે.
ADVERTISEMENT
8th Pay Commission: નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. જેમ જેમ બજેટની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ સરકારને આઠમા પગાર પંચની વહેલી તકે રચના કરવા માટે વધુ એક પ્રસ્તાવ મળ્યો છે.
કર્મચારી સંગઠનોએ કરી વિનંતી
અલગ-અલગ કર્મચારી સંગઠનોએ કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે તેઓ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મૂળભૂત પગાર, ભથ્થાં અને મળતા અન્ય લાભોમાં સુધારો કરવા માટે કમિશનની રચના કરે.
પગાર પંચનો મુખ્ય ઉદ્દેશ્ય
તમને જણાવી દઈએ કે, સામાન્ય રીતે દર 10 વર્ષે કેન્દ્રીય પગાર પંચની રચના કરવામાં આવે છે. જેનું મુખ્ય કાર્ય કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર, ભથ્થાં અને લાભોમાં ફેરફારની સમીક્ષા કરવાનું હોય છે.
ADVERTISEMENT
આ પહેલા સાતમા પગાર પંચની રચના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે 28 ફેબ્રુઆરી 2014ના રોજ કરી હતી. આ પંચે તેનો રિપોર્ટ 19 નવેમ્બર 2015ના રોજ સુપરત કર્યો હતો, આ ભલામણો 1 જાન્યુઆરી 2016થી લાગુ કરવામાં આવી હતી.
1 જાન્યુઆરીથી લાગુ થવાની ધારણા
આવી સ્થિતિમાં આગામી એટલે કે 8મો કેન્દ્રીય પગાર 1 જાન્યુઆરી, 2026થી લાગુ થવાની ધારણા છે. જોકે, કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ એક કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો આ આઠમા પગાર વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ADVERTISEMENT
શું કહેવું છે એક્સપર્ટનું?
સિંઘાનિયા એન્ડ કંપનીના પાર્ટનર રિતિકા નય્યરનું કહેવું છે કે વડાપ્રધાન મોદીની સરકારના સતત ત્રીજા કાર્યકાળ બાદ આ બજેટ પ્રથમ બજેટ છે, આ સાથે જ પગાર પંચની સમયમર્યાદા પણ નજીક આવી રહી છે. તેથી, ચૂંટણી પછી સરકાર ચોક્કસપણે મધ્યમ વર્ગને થોડી રાહત આપવાની દિશામાં મોટું પગલું ભરી શકે છે. જોકે, જો સરકાર તાત્કાલિક ધોરણે 8મું પગાર પંચ લાવે છે તો અર્થતંત્રને વેગ મળી શકે છે, પરંતુ તેનાથી સરકારી નાણા પર પણ દબાણ વધશે.
ADVERTISEMENT
જાન્યુઆરી 2026માં લાગુ થવાની ધારણા
હકીકતમાં, સરકારી કર્મચારીઓ 8મા પગાર પંચની અપેક્ષા રાખી રહ્યા છે અને તેની માંગણી પણ કરી રહ્યા છે. તેઓને આશા છે કે તે જાન્યુઆરી 2026માં આવશે.
NPS નાબૂદ કરવાની માંગ
આ સાથે કર્મચારીઓ એનપીએસ નાબૂદ કરવાની માંગ કરી રહ્યા છે અને તમામ કર્મચારીઓ ઓપીએસને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે. કર્મચારીઓ અને પેન્શનરોની માંગ છે કે કોરોના સમયગાળા દરમિયાન તેમને 18 મહિના સુધી ડીએ અને ડીઆર આપવામાં આવ્યા ન હતા, તેથી તેને પણ જારી કરવામાં આવે.
ADVERTISEMENT