એલોન મસ્કની રાજકારણમાં થશે એન્ટ્રી? ચૂંટણી પહેલા ટ્રમ્પે કરી મોટી જાહેરાત

ADVERTISEMENT

US election 2024
ડોનાલ્ડ ટ્રમ્પની એલોન મસ્કને મોટી ઓફર
social share
google news

US election 2024: વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક હવે નવી રાજકીય ભૂમિકામાં પણ જોવા મળી શકે છે. તાજેતરમાં અમેરિકી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે જો તેઓ જીતશે તો તેમને (એલોન મસ્કને) કેબિનેટ પદ આપવા આવશે અથવા વ્હાઈટ હાઉસમાં સલાહકાર બનાવવામાં આવવામાં આવશે. તો એલોન મસ્ક પણ નવી ભૂમિકા માટે તૈયાર જોવા મળી રહ્યા છે. અમેરિકામાં નવેમ્બર મહિનામાં ચૂંટણી યોજાવાની છે. ડોનાલ્ડ ટ્રમ્પની ટક્કર ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસ સાથે છે.

મસ્કે આપ્યો આ સંકેત

એલોન મસ્કે સંકેત પણ આપ્યો છે. મંગળવારે તેમણે પોસ્ટ કરીને કહ્યું, 'હું સેવા આપવા માટે તૈયાર છું'. તેમણે એક ફોટો પણ પોસ્ટ કર્યો, જેમાં લખ્યું છે કે 'ડિપાર્ટમેન્ટ ઓફ ગર્વમેન્ટ એફિશિયન્સી અથવા DOGE'

...તો હું ચોક્કસપણે કામ કરીશઃ ડોનાલ્ડ ટ્રમ્પ

રોઈટર્સ સાથેની વાતચીતમાં ડોનાલ્ડ ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેઓ એલોન મસ્ક માટે એડવાઈઝર (સલાહકાર)ની ભૂમિકા કે કેબિનેટ પદ પર વિચાર કરશે. આના પર તેમણે કહ્યું કે, 'તેઓ ખૂબ જ સ્માર્ટ છે. જો તેઓનો પઝિટિવ જવાબ હશે, તો હું ચોક્કસપણે આ કામ કરીશ. તેઓ ખૂબ જ સમજદાર વ્યક્તિ છે.' આ સિવાય ડોનાલ્ડ ટ્રમ્પે ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી પર 7500 ડોલરની ટેક્સ ક્રેડિટ નાબૂદ કરવાની પણ વાત કરી છે. જોકે, તેમણે કહ્યું કે તેઓ આ અંગે 'અંતિમ નિર્ણય' લઈ રહ્યા નથી.

ADVERTISEMENT


હેરિસની લોકપ્રિયતામાં થયો વધારો

અમેરિકી વાઈસ પ્રેસિડેન્ટ (ઉપરાષ્ટ્રપતિ) કમલા હેરિસ ડેમોક્રેટિક પાર્ટીમાં ઉત્સાહ અને અમેરિકીઓની વચ્ચે તેમની લોકપ્રિયતામાં વૃદ્ધિની સાથે ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેશે. 'ધ એસોસિએટેડ પ્રેસ-એનઓઆરસી સેન્ટર ફોર પબ્લિક અફેર્સ રિસર્ચ'ના એક નવા સર્વેક્ષણ અનુસાર, અમેરિકાના લગભગ અડધા લોકો હેરિસ પ્રત્યે ખૂબ જ અથવા કંઈક અંશે અનુકૂળ દૃષ્ટિકોણ ધરાવે છે. હેરિસે માત્ર તેમની લોકપ્રિયતામાં જ સુધારો કર્યો નથી પરંતુ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે બાઈડનની લોકપ્રિયતાને  પણ પાછળ છોડી દીધી છે. 
 

    follow whatsapp

    ADVERTISEMENT