મહિલાને છેક 17 વર્ષે ખબર પડી કે તેનો પતિ હકીકતમાં પિતરાઈ ભાઈ છે, દંપતીને 3 સંતાનો પણ છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

કોલોરાડો: ઇન્સ્ટાગ્રામ પર એક સુખી પરિણીત દંપતીએ ચોંકાવનારો કિસ્સો વર્ણવ્યો છે. ત્રણ સંતાનોના માતા-પિતા એવા આ દંપતીને DNA પરીક્ષણ પછી ખબર પડી કે તેઓ એકબીજાના કઝીન છે. અમેરિકાના કોલોરાડોના સેલિના અને જોસેફ ક્વિનોન્સના લગ્ન 17 વર્ષ પહેલા થયા હતા. સેલિનાએ એક દિવસે નક્કી કર્યું કે તે તેના વંશ વિશે વધુ જાણવા માંગે છે. આથી તેણે DNA ટેસ્ટ કરાવ્યો જેમાં તેને જાણવા મળ્યું કે જે જોસેફ સાથે લગ્ન કરીને તે 17 વર્ષથી રહે છે તે તેનો પિતરાઈ ભાઈ છે.

મહિલાએ 2006માં લગ્ન કર્યા હતા
સેલિનાએ આ અંગે પોતાના DNA રિપોર્ટના ખુલાસાની જાણ TikTokમાં પોસ્ટ કરીને સોશિયલ મીડિયામાં જાણ કરી છે. વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, “મારા પતિ સાથે 2006 માં લગ્ન કર્યા. અમારે ત્રણ બાળકો છે. અને હવે જાણવા મળ્યું છે કે અમે સંબંધી અને પિતરાઈ ભાઈ-બહેન છીએ.”

પતિ ભાઈ હોવાનું માલુમ પડવા છતાં તેને છોડવા તૈયાર નથી
સેલિનાની આ પોસ્ટમાં તેણે એમ પણ લખ્યું છે કે, પતિ પિતરાઈ ભાઈ હોવાનું સામે આવવા છતાં તેઓ બંને સાથે જ રહેશે. જે બાદ સમગ્ર મામલે મોટો વિવાદ ઊભો થયો છે. તેની આ ક્લિપ ઝડપથી વાઈરલ થઈ ગઈ અને ત્યારથી દંપતીને છૂટાછેડા માટે હજારો યુઝર્સ કમેન્ટ કરી રહ્યા છે. જોકે યુઝર્સના બળાપા છતાં તે પતિને ડિવોર્સ આપવા નથી માગતી.

ADVERTISEMENT

કેવી રીતે માલુમ પડી હકીકત?
પતિ તેનો કઝિન હોવાનું કેવી રીતે ખબર પડી તેના વિશે સેલિના કહે છે, ત્રણ બાળકોના કારણે મને જાણવા મળ્યું કે અમે બંને સંબંધી છીએ. મેં 2016 માં મારો ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો અને આ જાણીને મને ખૂબ આઘાત લાગ્યો હતો કે આપણે બંને પિતરાઈ છીએ અને શું આપણે સાથે રહેવું જોઈએ? આ વિચિત્ર લાગતું હતું.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT