ગજબ! એન્જિનિયર નીકળ્યો ચાદર ચોર? પત્નીએ જ VIDEO બનાવીને ખોલી પોલ
Bhopal News: પતિ એક મોટી કંપનીમાં એન્જિનિયર હતો. પરંતુ તે ખરેખર ચોર નીકળ્યો. જ્યારે પત્નીએ ઘરની સાફ-સફાઈ કરી, ત્યારે ચોરીનો સામાન પકડાઈ ગયો.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
ઘરની સાફ-સફાઈ દરમિયાન મળ્યો ચોરીનો સમાન
પત્નીએ વીડિયો બનાવીને ખોલી પતિની પોલ!
સમગ્ર મામલો સામે આવ્યા બાદ નોંધાવી ફરિયાદ
Bhopal News: પતિ એક મોટી કંપનીમાં એન્જિનિયર હતો. પરંતુ તે ખરેખર ચોર નીકળ્યો. જ્યારે પત્નીએ ઘરની સાફ-સફાઈ કરી, ત્યારે ચોરીનો સામાન પકડાઈ ગયો. બસ પછી તો શું હતું, પત્નીએ ઈમાનદારી બતાવી અને રેલવેમાં ફરિયાદ નોંધાવી દીધી. એટલું જ નહીં પત્નીએ વીડિયો પણ બનાવ્યો, તેનું અને પતિનું નામ પણ જણાવ્યું અને ચોરીના સામાનનો પર્દાફાશ કરી દીધો. હવે સ્થિતિ એવી છે કે વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો પત્નીના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.
પત્નીએ દેખાડ્યો ચોરીનો સામાન
વાસ્તવમાં આ મામલો મધ્યપ્રદેશના ભોપાલનો છે. કોહેફિઝા પોલીસ સ્ટેશન વિસ્તારની દત્તા કોલોનીમાં મોહમ્મદ અરશદ તેની પત્ની અફસાના સાથે રહે છે. અરશદ ટેક મહિન્દ્રા કંપનીમાં એન્જિનિયર છે. પરંતુ પત્ની અફસાનાએ વીડિયો શેર કરીને અરશદ પર ચોરીનો આરોપ લગાવ્યો છે. આ વીડિયોમાં અફસાનાએ અરશદનું આઈડી કાર્ડ અને ચોરીનો સામાન પણ બતાવ્યો છે.
Wife filled complaint against husband working in Tech Mahindra. she accused him for stolen railway bedrole.#Bhopal #madhyapradesh pic.twitter.com/AR1E35iVTP
— Ashutosh Ojha (@AshutoshOj44240) March 20, 2024
અફસાનાએ સંભળાવી આપવીતી
વાયરલ વીડિયોમાં અફસાનાએ કહ્યું, મારું નામ અફસાના ખાન છે અને મારા શૌહરનું નામ મોહમ્મદ અરશદ છે. મારા પતિ આઈટી કંપનીમાં નોકરી કરે છે. તે એન્જિનિયર તરીકે કામ કરે છે. ત્રણ દિવસ પહેલા જ્યારે મેં મારા ઘરની સાફ સફાઈ કરી, ત્યારે મેં પેટી ખોલી. જ્યારે મેં પેટીમાંથી કપડાં કાઢ્યા ત્યારે પેટીના તળિયે ઘણા રેલવેના ટુવાલ, ચાદર અને ધાબળા હતા.
ADVERTISEMENT
પતિએ આપ્યો જવાબ
અફસાનાએ જણાવ્યું કે પેટીમાં લગભગ 30 ટુવાલ, 15 ચાદર અને 6 ધાબળા જોવા મળ્યા. મને આ વાત ગમી નહીં. આ માટે મેં મારા પતિને વાત કરી કે આ બધી વસ્તુઓ ક્યાંથી આવી અને તમે આ બધું કેમ કરો છો? તો તેણે મને કહ્યું કે આ એક પુરૂષ પ્રધાન દેશ છે અને તારે મારી વસ્તુઓને સ્પર્શ કરવાની કોઈ જરૂર નથી કે મારે કંઈપણ સમજાવવાની જરૂર નથી.
અફસાનાએ કરી ફરિયાદ
અફસાનાનું કહેવું છે કે, મને એ સ્વીકાર્ય નથી કે સરકારી વસ્તુઓ ચોરવામાં આવે અને આ રીતે ઘરમાં રાખવામાં આવે. ખાસ કરીને જ્યારે તે ઘર માટે કોઈ કામની વસ્તુ જ ન હોય. મેં રેલવેમાં પણ ફરિયાદ કરી છે, જેના માટે મને SR નંબર પણ મળ્યો છે. આ મારા માટે બિલકુલ યોગ્ય નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT