કાલથી SAMSUNG અને iPhone માં Whatsapp કામ કરવાનું બંધ કરશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : દેશમાં ભાગ્યે જ કોઇ સ્માર્ટ ફોન હશે જેમાં WHATSAPP ઇન્સ્ટોલ ન હોય. આજના જીવન જરૂરી વસ્તુઓ પૈકીની એક વ્હોટ્સએપ બની ચુક્યું છે. સામાન્ય મેસેજિંગ એપની જેમ આનો ઉપયોગ થઇ રહ્યો છે. ભારતનો દરેક નાગરિકો તેનો ઉપયોગ કરે છે. ઇન્સ્ટન્ટ મેસન્જિંગ એપ તરીકે તેનો ઉપયોગ થાય છે. જો કે વ્હોટ્સએપ તબક્કાવાર રીતે પુરાના ફોનમાંથી અપડેટ હટાવતા રહે છે.

વ્હોટ્સએપ દ્વારા આપવામાં આવ્યું નવું અપડેટ
વ્હોટ્સએપ દ્વારા ફરી એકવાર એક નવી અપડેટ આપવામાં આવી છે. જેના કારણે કેટલાક ચોક્કસ ફોનમાં આ ફોન બંધ થઇ જશે. રિપોર્ટ અનુસાર 1 ફેબ્રુઆરી,2023 થી અનેક ફોન્સ પર વ્હોટ્સએપ કામ કરવાનું બંધ કરશે. વ્હોટ્સએપના કામ કરવા માટે હવે ANDROID OS 4.0.3 થી નીચેનું વર્ઝન હોય તેઓ હવે વ્હોટ્સએપ વાપરી નહી શકે.

જ્યારે આઇફોનના અનેક વર્ઝનમાં વ્હોટ્સએપ બંધ થઇ જશે
જ્યારે આઇફોન iOS 12.0 અથવા તેનાથી ઉંચુ હોય તે જરૂરી છે. તેનાથી જુના ફોનમાં આઇફોનમાં વ્હોટ્સએપ નહી વાપરી શકાય. જો આઇફોનની વાત કરીએ તો વ્હોટ્સએપ કાલથી iPhone 6s, iPhone 6s plus, iPhone 6s SE (ફર્સ્ટ જનરેશન) માં કામ નહી કરે.

ADVERTISEMENT

સેમસંગના આટલા ફોનમાં વ્હોટ્સએપ બંધ થશે
જ્યારે SAMSUNG ના Galaxy core, SAMSUNG Galaxy Trends lite, SAMSUNG Galaxy ACE 2, SAMSUNG Galaxy S3 mini, SAMSUNG Galaxy trend li અને SAMSUNG Galaxy x Cover 2 પર પણ કામ કરશે. આ ઉપરાંત પણ અનેક ફોન્સમાંથી વ્હોટ્સએપ ખતમ થઇ જશે. વ્હોટ્સએપ વાપરવા માટે લેટેસ્ટ એન્ડ્રોઇડથી અપડેટ કરવું પડશે. જો તમારો ફોન લેટેસ્ટ ઓએસને સપોર્ટ નહી કરતો હોય તો વ્હોટ્સએપ બંધ થઇ જશે અને તેને બદલવા પડશે.

વ્હોટ્સએપ તત્કાલ કામ કરવાનું બંધ નહી કરે
જો કે વ્હોટ્સએપ અચાનક બંધ નહી થાય. આ કામ કરતું રહેશે જો કે જરૂરી ફિચર અને સિક્યોરિટી અપડેટ્સ મળશે. ત્યાર બાદ એપ કામ કરવાનું બંધ કરશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT