ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી T20 મેચ કેમ રદ થઈ? બંને કેપ્ટન હાથ મિલાવી સંમત થયા…

ADVERTISEMENT

gujarattak
social share
google news

ન્યૂઝીલેન્ડઃ વેલિંગ્ટનમાં ભારે વરસાદને કારણે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી T20 મેચ રદ્દ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અહીં ધોધમાર વરસાદને કારણે ટોસ પણ થઈ શક્યો નહોતો, તેથી અમ્પાયરોએ મેચ રદ કરવાનો નિર્ણય લીધો છે. જોકે આ નિર્ણયને બંને કેપ્ટને પણ સ્વીકાર્યો અને એકબીજા સાથે હાથ મિલાવી મેચ રદ મુદ્દે પોતાની સંમતિ દર્શાવી હતી. ઉલ્લેખીય છે કે સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચાર-પાંચ કલાક સુધી ત્યાં વરસાદ બંધ થવાની કોઈ શક્યતા નહોતી. આ કારણોસર જ મેચ રદ કરવામાં આવી છે.

બંને કેપ્ટન મેચ રદ કરવા થયા સંમત
જોકે, આ નિર્ણય કટ ઓફ સમય પહેલા લેવામાં આવ્યો છે. કટ ઓફ સમય 02:16 IST હતો. તે જ સમયે, સવારે 11.30 વાગ્યે ટોસ થવાનો હતો પરંતુ એ થઈ શક્યો નહોતો. આ મેચ બપોરે 12 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ તે પણ થઈ શકી નહીં. જોકે ત્યારપછી બંને કેપ્ટન હાથ મિલાવીને મેચ રદ્દ કરવા સંમત થયા હતા.

ADVERTISEMENT

ભારત અને ન્યૂઝીલેન્ડની મેચનું માળખું…
પહેલી T20 મેચ: 18 નવેમ્બર 2022, બપોરે 12 વાગ્યે (વેલિંગ્ટન – વરસાદને કારણે રદ થઈ)
બીજી T20 મેચ: 20 નવેમ્બર 2022, બપોરે 12 વાગ્યે (માઉન્ટ માઉનગનુઈ)
ત્રીજી T20 મેચ: 22 નવેમ્બર 2022, બપોરે 12 વાગ્યે (નેપિયર)
પહેલી વનડે મેચઃ 25 નવેમ્બર 2022, સવારે 7 વાગ્યે (ઓકલેન્ડ)
બીજી વનડે મેચઃ 27 નવેમ્બર 2022, સવારે 7 વાગ્યે (હેમિલ્ટન)
ત્રીજી વનડે મેચઃ 30 નવેમ્બર 2022, સવારે 7 વાગ્યે (ક્રાઈસ્ટચર્ચ)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT