ગુસ્સે થઈ INDIA એલાયન્સની મીટિંગ વહેલા કેમ છોડી? નીતીશ કુમારે પોતે જ આપ્યો જવાબ
Nitish Kumar : બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે દિલ્હીમાં INDIA એલાયન્સની બેઠકમાં નારાજગીના અહેવાલોને ફગાવી દીધા છે. નીતિશે સ્પષ્ટ કર્યું છે કે તેઓ શરૂઆતથી જ પોતાના…
ADVERTISEMENT
Nitish Kumar : બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે દિલ્હીમાં INDIA એલાયન્સની બેઠકમાં નારાજગીના અહેવાલોને ફગાવી દીધા છે. નીતિશે સ્પષ્ટ કર્યું છે કે તેઓ શરૂઆતથી જ પોતાના સ્ટેન્ડ પર અડગ છે. હું કોઈ જવાબદારી માંગવા માટે એલાયન્સ સાથે નથી જોડાયો. હું ચૂંટણી પહેલા જ પ્રક્રિયા ઝડપી બનવા માટે જ પહેલ કરું છું. મને સંયોજક બનાવવાની વાત થઈ હતી પરંતુ મે પોતે જ ના પાડી દીધી હતી કે મારી કોઈ ઈચ્છા નથી. આજ રોજ બિહારમાં યોજાયેલા અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું હતું.
શું હતો સમગ્ર મામલો
19 ડિસેમ્બરે દિલ્હીમાં વિપક્ષી પાર્ટીઓએ INDIA ગઠબંધનની ચોથી બેઠક યોજી હતી. તેમાં 28 પાર્ટીઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને PM પદનો ચહેરો બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો. બાદમાં સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં નીતિશની ગેરહાજરી અંગે અટકળોએ જોર પકડ્યું હતું. એવી અટકળો હતી કે નીતીશ ગુસ્સામાં આવીને સમય પહેલા જ બેઠક છોડીને ચાલ્યા ગયા હતા.
નીતિશ કુમારે મૌન તોડ્યું
હવે, દિલ્હી બેઠકને લઈ નીતિશ કુમારે મૌન તોડ્યું છે અને તે દિવસે બેઠકમાં શું થયું હતું તેની માહિતી આપી છે. નીતિશે સ્પષ્ટ કર્યું છે મારે કોઈ જવાબદારી કે પદ જોઈતું નથી. સંયોજક બનાવવાની વાત આવી ત્યારે મેં પોતે કહ્યું કે, મારી કોઈ ઈચ્છા નથી. અમે ઈચ્છીએ છીએ કે દરેક એકજુથ થઈ ચૂંટણી લડે. સીટ વહેંચણી અંગે નીતિશે વધુમાં કહ્યું કે, અમે બેઠકમાં કહ્યું છે કે અમે દરેક રાજ્ય માટે નક્કી કરીશું. પછી જેને બેઠક મળશે તે ત્યાં ચૂંટણી લડશે. અને જો મારી નારાજગીની વાતોની તો તે એકદમ ખોટી વાત છે. હું ગઠબંધનમાં કોઈના પર ગુસ્સો નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT