Boney Kapoor નાના ભાઈ Anil Kapoor ના દુશ્મન કેમ બન્યા? કારણ જાણીને આશ્ચર્ય થશે!

ADVERTISEMENT

Anil Kapoor Angry With Boney Kapoor
બોની કપૂર અને અનિલ કપૂર વચ્ચે થયો ભયંકર ઝઘડો
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

બોની કપૂરનો અનિલ કપૂર સાથે ભયંકર ઝઘડો

point

ખુદ બોની કપૂરે આ વાતનો ખુલાસો કર્યો

point

ફિલ્મ 'નો એન્ટ્રી' સિક્વલ સાથે જોડાયેલો છે મામલો

Anil Kapoor Angry With Boney Kapoor: બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ફેમસ પ્રોડ્યુસર બોની કપૂરનો તેમના નાના ભાઈ અનિલ કપૂર સાથે ભયંકર ઝઘડો થઈ ગયો છે. આ વાતનો ખુલાસો ખુદ બોની કપૂરે  એક ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો છે. તેમણે કહ્યું કે ઝઘડો એટલો વધી ગયો છે કે અત્યારે  બંને એકબીજા સાથે વાત પણ નથી કરતા. આવું કેમ થયું તે જાણવા ફેન્સ પણ પરેશાન છે. તમને જણાવી દઈએ કે, આ સમગ્ર મામલો 2005માં રિલીઝ થયેલી સુપરહિટ કોમેડી ડ્રામા ફિલ્મ 'નો એન્ટ્રી'ની સિક્વલ સાથે જોડાયેલો છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો.

અનિલ કપૂરને ફિલ્મમાં કરવું હતું કામ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'નો એન્ટ્રી'ની સફળતા બાદ તેની સિક્વલ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. અહેવાલ છે કે મેકર્સે સિક્વલ સાથે જૂની કાસ્ટ (જૂના કલાકારો)ને રિપ્લેસ કરી દીધી છે. આ વખતે નવી સ્ટારકાસ્ટ સાથે ફિલ્મને બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. સલમાન ખાન અને ફરદીન ખાનનું પત્તુ કપાવાના પહેલા જ સમાચાર સામે આવી ચૂક્યા હતા. જોકે, અનિલ કપૂર 'નો એન્ટ્રી'ની સિક્વલનો ભાગ બનવા માગતા હતા. બીજી તરફ બોની કપૂર કન્ફર્મ કરે તે પહેલા જ સમાચાર લીક થઈ ગયા હતા કે અનિલ કપૂરને 'નો એન્ટ્રી'ની સિક્વલમાં સામેલ કરવામાં આવશે નહીં. અનિલ કપૂરને આ વાતની જાણ થતાં જ તેઓ ભડકી ગયા હતા. 

આ કારણે મારા ભાઈ સાથે થયો ઝઘડો

Zoom ને આપેલા એક ઈન્ટરવ્યુમાં બોની કપૂરે તેની અપકમિંગ ફિલ્મ'નો એન્ટ્રી'ની સિક્વલ પર વાત કરતા કહ્યું કે ફિલ્મ 'નો એન્ટ્રી'ના સ્ટાર કાસ્ટને લઈને અનિલ કપૂરને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો છે. તેમની વચ્ચે ઝઘડો પણ થયો છે, જેના કારણે તેમની વચ્ચે વાતચીત પણ બંધ થઈ ગઈ છે. બોનીએ કહ્યું, 'હું મારા ભાઈ અનિલને નો એન્ટ્રીની સિક્વલ અને તેના સ્ટાર કાસ્ટ વિશે જણાવવા માંગતો હતો, પરંતુ ફિલ્મમાંથી તેમના રિપ્લેસ થવાના સમાચાર લીક થઈ ગયા અને તેઓ નારાજ થઈ ગયા. તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ હતું.' 

ADVERTISEMENT

કોઈ જગ્યા જ નહોતીઃ બોની કપૂર


બોની કપૂરે આગળ કહ્યું કે, 'અનિલ કપૂર નો એન્ટ્રી 2 (No Entry 2)નો ભાગ બનવા માંગતા હતા પરંતુ  કોઈ જગ્યા નહોતી. હું તેમને કહેવા માંગતો હતો કે આખરે મેં આવું કેમ કર્યું પરંતુ તેઓ મારાથી નારાજ છે અને  અમારી વચ્ચે વાતચીત પણ બંધ થઈ ગઈ છે.'

આ કારણે નવા કલાકારોને કરાયા ફાઈનલ

નોંધનીય છે કે આ વખતે વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અર્જુન કપૂરની ત્રિપુટી 'નો એન્ટ્રી 2'માં જોવા મળશે. ફિલ્મમાં તેઓને લેવાનું કારણ જણાવતા બોની કપૂરે કહ્યું કે અર્જુન કપૂર અને વરુણ ધવન ઘણા સારા મિત્રો છે. બંનેની કેમેસ્ટ્રી સ્ક્રીન પર પણ કમાલ બતાવી શકે છે. દિલજીત દોસાંજની અદભૂત ફેન ફોલોઈંગ છે. આ જ કારણ છે કે મેં જૂના કલાકારોને બદલીને આ નવી કાસ્ટિંગ કરી છે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT