દિલીપ કુમારમાંથી અલ્લા રખા રહેમાન કેમ બન્યા એઆર રહેમાન? હિંદૂ જ્યોતિષે કહ્યું ઇસ્લામ અંગીકાર કર અને…

ADVERTISEMENT

A.R Rehman Life story
A.R Rehman Life story
social share
google news

A R Rahman Birthday: ખ્યાતનામ સંગીતકાર એ.આર રહેમાનનો જન્મ એક હિંદુ પરિવારમાં થયો હતો, જો કે ત્યાર બાદ તેઓએ ઇસ્લામ ધર્મ કબુલીને પોતાનું મુસ્લિમ નામ રાખી દીધું હતું. જાણે તેની પાછળની વાત પણ ખુબ જ રસપ્રદ છે.

AR Rahman Birthday: સમગ્ર વિશ્વના ખ્યાતનામ મ્યુઝીક કંપોઝર અને સિંગર એ.આર રહેમાન (AR Rahman) પોતાના સંગીતના કારણે લોકોના હૃદયમાં વસે છે. તેના ગીત અને મ્યુઝીક વર્લ્ડમાં એક અલગ જ પ્રકારની ઓળખ ધરાવે છે. એઆર રહેમાન પોતાના ધર્માંતરણ અંગે પણ ખુબ જ ચર્ચામાં રહે છે, કારણ કે તેમણે ખુબ જ ઓછી ઉંમરમાં જ હિંદુ ધર્મને છોડીને ઇસ્લામ કબુલી લીધો હતો. મ્યુઝીશીયન પ્રતિ વર્ષ 6 જાન્યુઆરીએ પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કરે છે. આ ખાસ પ્રસંગે તેમના ધર્મ બદલવા પાછળની વાત પણ ખુબ જ રસપ્રદ છે.

23 વર્ષની ઉંમરે હિંદુથી મુસલમાન બન્યા હતા રહેમાન

એઆર રહેમાન અસલમાં હિંદુ પરિવારમાંથી હતા. તેમનું અસલી નામ દિલીપ કુમાર છે, પરંતુ તેમણે વર્ષ 1989 માં માત્ર 23 વર્ષની ઉંમરમાં જ ઇસ્લામ કબુલી લીધોહ તો. ત્યાર બાદ તેણે પોતાનું નામ દિલીપ કુમારથી બદલીને એઆર રહેમાન (અલ્લાહરખા ખાન) રાખી દીધું હતું. તેનું કહેવું છે કે, તેના માટે ઇસ્લામનો અર્થ સાધારણ રીતે જીવન જીવું અને માનવીયતા છે. વર્ષ 2000 માં બીબીસી ટોક શોમાં વાતચીત દરમિયાન તેમણે તેની પાછળનું કારણ પણ જણાવ્યું હતું.

ADVERTISEMENT

રહેમાને જણાવ્યું કે, એક સુફી હતા જેમણે તેના કેન્સરગ્રસ્ત પિતાના અંતિમ દિવસોમાં તેની સારવાર કરી હતી. જ્યારે રહેમાન પોતાના પરિવાર સાથે થોડા વર્ષો બાદ ફરીથી સુફીને મળ્યા તો તેમની વાતોથી રહેમાન એટલા પ્રભાવિત થયા કે તેમણે બીજો ધર્મ અપનાવવાનો નિર્ણય કરી લીધો. તેમણે કહ્યું કે, એક સુફી હતા જે પિતાના નિધન પહેલા અંતિમ દિવસમાં તેની સારવાર કરી રહ્યા હતા. 7-8 વર્ષ બાદ જ્યારે અમે તેમને મળ્યા ત્યારે અમે એક વધારે આધ્યાત્મિક માર્ગ અપનાવ્યો જેનાથી તેમને ખુબ જ શાંતિ મળી હતી.

પસંદ નહોતું પોતાનું અસલી નામ

એઆર રહેમાન ધ સ્પ્રિંટ ઓફ મ્યૂઝીક અનુસાર મ્યૂઝિશિયનને પોતાનું નામ દિલીપ કુમાર પસંદ નહોતું. તેમનું કહેવું હતું કે, તેમનું નામ તેમની ઇમેજ સાથે મેચ નહોતું થતું. રહેમાને તે પણ ખુલાસો કર્યો કે, ધર્મ બદલતા પહેલા તેઓ એક હિંદૂ જ્યોતિષે તેમને મુસ્લિમ નામની સલાહ આપી હતી.

ADVERTISEMENT

જ્યોતિષીએ દિલીપ કુમારને બનાવ્યા એઆર રહેમાન

રહેમાને જણાવ્યું કે,તેમની માતા બહેનના લગ્ન કરાવવા માંગતા હતા. જેથી કુંડળી લઇને એક જ્યોતિષ પાસે ગયા હતા. તે સમયે રહેમાન પણ પોતાનું નામ બદલવા માંગતા હતા. જ્યારે તેમણે જ્યોતિષને આ અંગે પુછ્યું તો તેમણે અબ્દુલ રહેમાન અને અબ્દુલ રહીમ બે નામ જણાવ્યા હતા. રહેમાનને બંન્ને નામ ગમી ગયા હતા. રહેમાનના અનુસાર એક હિંદૂ જ્યોતિષ હતો જેણે તેને મુસ્લિમ નામ આપ્યું. ત્યાર બાદ તેમણે માતાના કહેવાથી પોતાના નામ સાથે અલ્લાહ રખા જોડીને પોતાનું નામ અલ્લા રખા રહેમાન (એ.આર રહેમાન) કરી દીધું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT