IPL 2023 CSKvsGT માંથી કોણ જીતશે? જાણો પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
Chennai Super Kings vs Gujarat Titans: IPL 2023 ની સીઝનની શરૂઆત થવાને માત્ર એક દિવસ બાકી છે. 16 મી સિઝનની પહેલી મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ…
ADVERTISEMENT
Chennai Super Kings vs Gujarat Titans: IPL 2023 ની સીઝનની શરૂઆત થવાને માત્ર એક દિવસ બાકી છે. 16 મી સિઝનની પહેલી મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગત્ત ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ વચ્ચે 31 માર્ચે થશે. બન્ને ટીમો દરમિયાન આ મેચ અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે. સીઝનની પહેલી મેચમાં બંન્ને ટીમની વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. એમએસ ધોનીની ટીમ સીએસકે ગત્ત વર્ષે પ્રદર્શનને ભુલીને મેદાનમાં ઉતરશે. બીજી તરફ હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સની ટીમ પોતાની બાદશાહત કાયમ રહે તેવું ઇચ્છશે. જો કે આવો તમને જણાવી દઇએ કે સીએસકે અને ગુજરાત ટાયટન્સની વચ્ચે રમવામાં આવી રહેલી મેચની સંભાવના પ્લેઇંગ 11, પિચ રિપોર્ટઅને મેચ પ્રિડિક્શન અંગે જણાવે છે.
CSK vs GT હેડ ટુ હેડ
ગુજરાત ટાઇટન્સની ટીમનું આઇપીએલમાં ખુબ જ જુનો ઇતિહાસ નથી. ગત્ત વર્ષે ગુજરાતની ટીમે આઇપીએલમાં પદાર્પણ કર્યું. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 માં ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે 2 મેચ રમાઇ હતી. આ બંન્ને મેચને હાર્દિક પંડ્યાની ટીમ જીતવામાં સફળ રહી હતી. આ પ્રકારે આંકડાના આધારે જો જોવામાં આવે તો ગુજરાતની ટીમ સીએસકે પર ભારે પડી શકે છે. અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચને બેટિંગ અનુકુળ માનવામાં આવે છે. જો કે મેચ આગળ વધી તો સ્પિનર કારગર સાબિત થવા લાગ્યા હતા. અહીંની પીચ પર પહેલી પારીના સરેરાશ સ્કોર 170 રન પર રહ્યો છે. આંકડા ગવાહી છે કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લક્ષ્યનો પીછો કરનારી ટીમ મેચ જીતમાં વધારે સફળ રહી છે. એટલા માટે ટોસ જીતીને પહેલા બોલિંગ કરનારી ટીમ ફાયદામાં રહેશે.
મેચ પ્રિડિક્શન
ક્રિકેટ અંગે કહેવામાં આવી રહ્યું છે કે, ક્રિકેટ મેચમાં જ્યાં સુધી છેલ્લો બોલ ફેંકાઇ નથી જતો ત્યાં સુધી ભવિષ્યવાણી કરવાથી બચવું જોઇએ. સીએસકે અને ગુજરાત વચ્ચે રમાઇ રહેલી મેચને કોઇ પણ જીતી શકે છે. જો કે આંકડાની વાત કરીએ તો આ મેચમાં હાર્દિક પંડ્યાની ટીમ સીએસકે પર ભારી પડી શકે છે. ગુજરાત ટાઇટન્સની ટીમ ખુબ જ બેલેન્સ્ડ છે. તેની પાસે અનેક ઉપયોગી ઓલરાઉન્ડર છે. ગુજરાત ટાઇટન્સને પોતાના ઘરમાં રમવાનો પણ ફાયદો મળશે. કુલ થઇને પહેલા મેચમાં ગુજરાત ટાયટન્સની જીતનો ચાન્સ વધારે છે.
ADVERTISEMENT
ચેન્નાઇ સુપરકિંગ્સની સંભવિત ટીમ
ડેવોન કોનવે, રૂતુરાજ ગાયકવાડ, મોઈન અલી, અંબાતી રાયડુ, બેન સ્ટોક્સ, શિવમ દુબે, મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, દીપક ચહર, મુકેશ ચૌધરી અને ડ્વેન પ્રિટોરિયસ.
ગુજરાત ટાયટન્સની સંભવિત ટીમ
શુભમન ગિલ, મેથ્યુ વેડ (વિકેટકીપર), કેન વિલિયમસન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, ઓડિયન સ્મિથ, રાશિદ ખાન, શિવમ માવી, યશ દયાલ અને મોહમ્મદ શમી.
ADVERTISEMENT
ADVERTISEMENT