શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ હવે બાંગ્લાદેશમાં કોણ ચલાવશે સરકાર? સેનાએ કર્યો મોટો દાવો

ADVERTISEMENT

Bangladesh
Bangladesh
social share
google news

Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિંસાની ઘટનાઓ બાદ વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાની બહેન સાથે દેશ છોડી દીધો છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે ભારતના અગરતલા પહોંચી ગયા છે. સમાચાર એવા પણ આવી રહ્યા છે કે શેખ હસીના પહેલા ભારત આવી રહ્યા છે અને પછી અહીંથી લંડન જવા રવાના થશે. આ દરમિયાન સેનાએ સત્તા સંભાળી લીધી છે. આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને કહ્યું, બાંગ્લાદેશ આર્મી વચગાળાની સરકાર બનાવશે. કોઈએ ડરવાની જરૂર નથી. અમે પરિસ્થિતિને સંભાળવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ.

બાંગ્લાદેશમાં બનશે વચગાળાની સરકાર

PM હસીનાએ દેશ છોડ્યા બાદ આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને મીડિયાને સંબોધતા કહ્યું કે, બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બનાવવામાં આવશે. લોકોના સહયોગથી આગળ વધીશું. અરાજકતાનો અંત આવશે. રાજકીય પક્ષો સાથે વાત કરશે. લોકોના જાન-માલ સુરક્ષિત છે. જે લોકોની હત્યા કરવામાં આવી છે અને બાકીના તમામ કેસોની વિચારણા કરવામાં આવશે. તેમણે કહ્યું કે, અમે તમામ પક્ષોના નેતાઓ સાથે બેઠક કરી છે. શ્રેષ્ઠ વસ્તુ થઈ છે. દેશમાં શાંતિ જાળવવી સૌથી જરૂરી છે.

લોકોને હિંસા ન કરવા સેનાએ કરી અપીલ

આર્મી ચીફે પ્રદર્શનકારીઓને કહ્યું કે, હવે અમે સ્થિતિને ઉકેલવા માટે રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીન સાથે વાત કરીશું. મહેરબાની કરીને હિંસા અને વિરોધ ન કરો અને અમને સહકાર આપો. અમે સેના અને પોલીસ બંનેને એક પણ ગોળી ન ચલાવવાનો આદેશ આપ્યો છે. આર્મી ચીફે વિરોધના નામે તમામ પ્રકારની હિંસા બંધ કરવાની હાકલ કરી અને વચન આપ્યું કે નવી સરકાર ભેદભાવ નહીં કરે. આંદોલન દરમિયાન થયેલા તમામ મૃત્યુની તપાસ કરવામાં આવશે. દોષિતોને ન્યાય અપાશે.

ADVERTISEMENT

શેખ હસીનાના નિવાસસ્થાન પર પ્રદર્શનકારીઓનો કબજો

બીજી તરફ, ઢાકા યુનિવર્સિટીના પ્રોફેસરે વિદ્યાર્થીઓને વિરોધ સમાપ્ત કરવા વિનંતી કરવા કહ્યું. તેમણે કહ્યું કે, શેખ હસીનાએ પોતાના પદ પરથી રાજીનામું આપીને દેશ છોડી દીધો છે. તમારી માંગણી પૂરી થઈ. એટલા માટે તમે વિરોધ સમાપ્ત કરો. તેમણે એ પણ ખાતરી આપી હતી કે આર્મી હેડક્વાર્ટરમાં રાજકીય પક્ષો સાથે યોજાયેલી બેઠકમાં અવામી લીગનો કોઈ સભ્ય હાજર ન હતો. દરમિયાન, અહેવાલો આવી રહ્યા છે કે હજારો વિરોધીઓએ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં વડા પ્રધાન શેખ હસીનાના સત્તાવાર નિવાસસ્થાન પર હુમલો કર્યો છે. તેમના ઘરનો સામાન લૂંટી લેવામાં આવી રહ્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT