Republic Day 2024: ક્યાં યોજાઈ હતી પહેલી પરેડ, કોણ બન્યા હતા મુખ્ય મહેમાન; જાણો દેશના પ્રથમ ગણતંત્ર દિવસ વિશે બધું જ

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • આજે 75મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે દેશ 
  • દેશભરમાં દેશભક્તિનો જોવા મળી રહ્યો છે માહોલ
  • 1950માં પ્રથમવાર ગણતંત્ર દિવસની કરાઈ હતી ઉજવણી

26 January Republic Day: 26 જાન્યુઆરી 2024ના રોજ એટલે આજે દેશ 75મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે. જેને લઈને દેશભરમાં દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે પ્રજાસત્તાક દિવસને લઈને ઠેર-ઠેર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે શું તમે જાણો છો કે પ્રથમ ગણતંત્ર દિવસ પરેડ ક્યાં યોજાઈ હતી અને આ કાર્યક્રમના મુખ્ય મહેમાન કોણ બન્યા હતા? આ પ્રશ્નના જવાબમાં મોટાભાગના લોકો રાજપથ કહેશે, પરંતુ એવું નથી. 26 જાન્યુઆરી, 1950ના રોજ પ્રથમ ગણતંત્ર દિવસની પરેડ રાજપથ પર નહીં પરંતુ ઈર્વિન સ્ટેડિયમમાં યોજાઈ હતી, જેને આજે નેશનલ સ્ટેડિયમના નામે ઓળખવામાં આવે છે. તે સમયે સ્ટેડિયમની ચારેય બાજુ બાઉન્ડ્રી વોલ નહોતી, જેથી તેની પાછળનો જૂનો કિલ્લો સ્પષ્ટ દેખાતો હતો.

1950-1954ની વચ્ચે અહીં કરાતી હતી ઉજવણી

રિપોર્ટ મુજબ, 1950-1954ની વચ્ચે દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઈર્વિન સ્ટેડિયમ, કિંગ્સવે કેમ્પ, લાલ કિલ્લા અને ક્યારેક રામલીલા મેદાનમાં થતી હતી. હવે આ પરેડ જે આઠ કિલોમીટરનું અંતર આવરી લે છે, તે રાયસીના હિલથી શરૂ થાય છે અને રાજપથ, ઈન્ડિયા ગેટથી પસાર થઈને લાલ કિલ્લા પર સમાપ્ત થાય છે.

ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે લીધા હતા શપથ

1950માં દેશના પ્રથમ ભારતીય ગવર્નર-જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારીએ 26 જાન્યુઆરીના રોજ સવારે 10.18 વાગ્યે ભારતને સાર્વભૌમ લોકતાંત્રિક પ્રજાસત્તાક જાહેર કર્યું હતું. પછી છ મિનિટ બાદ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે ભારતના પ્રજાસત્તાકના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. તે સમયના ગવર્મેન્ટ હાઉસ અને આજના રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં શપથ લીધા બાદ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને 10.30 વાગ્યે તોપોની સલામી આપવામાં આવી હતી. તોપોની સલામીની આ પરંપરા 70ના દાયકાથી આજદિન સુધી કાયમ છે. તે દિવસે રાષ્ટ્રપતિનો કાફલો બપોરે 2.30 વાગ્યે ગવર્મેન્ટ હાઉસથી ઇર્વિન સ્ટેડિયમ તરફ રવાના થયો, જે કનોટ પ્લેસ અને તેની આસપાસના વિસ્તારોમાં ફરીને લગભગ 4.45 વાગ્યે સલામી મંચ પર પહોંચ્યો હતો.

ADVERTISEMENT

આ પરંપરા આજે પણ ચાલું

ઈર્વિન સ્ટેડિયમમાં યોજાયેલી મુખ્ય પ્રજાસત્તાક પરેડને જોવા માટે 15 હજાર લોકો પહોંચ્યા હતા. તે સમયે યોજાયેલી પરેડમાં આર્મ્ડ ફોર્સના ત્રણેય દળોએ ભાગ લીધો હતો. આ પરેડમાં નેવી, ઇન્ફન્ટ્રી, કેવેલરી રેજિમેન્ટ, સર્વિસિસ રેજિમેન્ટ ઉપરાંત સેનાના સાત બેન્ડ પણ સામેલ થયા હતા. આ ઐતિહાસિક પરંપરા આજે પણ ચાલુ છે.

ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ બન્યા હતા મુખ્ય મહેમાન

ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો પ્રથમ ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ હતા. આ દિવસને પ્રથમ વખત રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવી હતી. જણાવી દઈએ કે, 1951ના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં પ્રથમ વખત ચાર બહાદુરોને તેમની બહાદુરી માટે સર્વોચ્ચ શણગાર પરમવીર ચક્ર આપવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT