આદિવાસી સમાજનો મોટો ચેહરો, 4 વખત સાંસદ અને કેન્દ્રના મંત્રી..જાણો કોણ છે Vishnu Deo Sai
Who is new Chhattisgarh CM Vishnu Deo Sai : છત્તીસગઢમાં સીએમના નામને લઈને 3 ડિસેમ્બરથી ચાલી રહેલ સસ્પેન્સનો આજે અંત આવ્યો છે. ભાજપે રાજ્યમાં મુખ્યમંત્રીના…
ADVERTISEMENT
Who is new Chhattisgarh CM Vishnu Deo Sai : છત્તીસગઢમાં સીએમના નામને લઈને 3 ડિસેમ્બરથી ચાલી રહેલ સસ્પેન્સનો આજે અંત આવ્યો છે. ભાજપે રાજ્યમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી છે. પાર્ટીએ મુખ્યમંત્રી પદ માટે વિષ્ણુદેવ સાયના નામને મંજૂરી આપી છે. વિધાનસભ્ય દળની બેઠકમાં તમામ ધારાસભ્યો વિષ્ણુદેવ સાયના નામ પર સહમત થયા હતા.રમણ સિંહે પણ વિષ્ણુદેવ સાયને સમર્થન આપ્યું હતું. વિષ્ણુદેવ સાય રાજ્યના રાજકારણમાં એક મોટો આદિવાસી ચહેરો છે. તેઓ કુંકુરીના ધારાસભ્ય છે. વિષ્ણુદેવ સાય રાયગઢથી સાંસદ પણ રહી ચૂક્યા છે.
#WATCH | Raipur: BJP leader Vishnu Deo Sai to become the next Chief Minister of Chhattisgarh. pic.twitter.com/8CT57rw9EO
— ANI (@ANI) December 10, 2023
4 વખત સાંસદ અને કેન્દ્રના મંત્રી
વિષ્ણુદેવ સાય 4 વખત 1999થી લઈને 2014 સુધી રાયગઢથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. વિષ્ણુદેવ સાયએ નરેન્દ્ર મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં કેન્દ્રીય મંત્રી તરીકે સેવા આપી હતી પરંતુ ભાજપે તેમને 2019ની લોકસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતાર્યા ન હતા, કારણ કે છત્તીસગઢમાં 2018ની રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં હાર્યા બાદ ભાજપે તેના કોઈપણ વર્તમાન સાંસદોનું પુનરાવર્તન ન કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે વિષ્ણુદેવ સાય રાજ્ય ભાજપના પૂર્વ અધ્યક્ષ પણ છે. જૂન 2020માં, ભાજપે પૂર્વ કેન્દ્રીય મંત્રી વિષ્ણુદેવ સાયને છત્તીસગઢના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ ઓગસ્ટ 2022 સુધી પ્રદેશ ભાજપ અધ્યક્ષ પદ પર રહ્યા છે.
ADVERTISEMENT
રાજ્યમાં આદિવાસી સમુદાયની વસ્તી સૌથી વધુ
વિષ્ણુદેવ સાય છત્તીસગઢની કુંકુરી વિધાનસભામાંથી ચૂંટાઈને આવે છે. રાજ્યમાં આદિવાસી સમુદાયની વસ્તી સૌથી વધુ છે. વિષ્ણુદેવ એક આદિવાસી સમાજનો મોટો ચેહરો છે. અજીત જોગી પછી આ સમુદાયમાંથી કોઈ છત્તીસગઢમાં મુખ્યમંત્રી બની શક્યું નથી.આ વખતે ભાજપ આદિવાસી સમુદાયમાંથી આવતા વિષ્ણુદેવ સાય પર દાવ રમ્યો છે. વિષ્ણુદેવ સાય 1980માં ભાજપમાં જોડાયા હતા.પાર્ટીને મજબૂત કરવા માટે તેમણે છત્તીસગઢમાં પાયાના સ્તરે કામ કર્યું. એટલું જ નહીં, રાજ્યમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીતમાં પણ તેમણે ઘણી વખત મહત્વની ભૂમિકા ભજવી છે. તેઓ બે વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.
ADVERTISEMENT