કોણ છે કેરળ બ્લાસ્ટનો આરોપી, યહોવાના સાક્ષી સમુદાય શું છે જેના પર કર્યા ગંભીર આક્ષેપ

ADVERTISEMENT

Who is Kerala Blast Accused Domenic Martin
Who is Kerala Blast Accused Domenic Martin
social share
google news

એર્નાકુલમ : કેરળના એર્નાકુલમના ક્લામસેરીના કન્વેન્શન સેન્ટરમાં થયેલા ટ્રિપલ બ્લાસ્ટની જવાબદારી લેનારા ડોમિનિક માર્ટિનની ધરપકડ કરાઇ છે. ડોમિનિક માર્ટિને ત્રિશૂર જિલ્લાનાં કોડકારા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું અને વિસ્ફોટની જવાબદારી સ્વિકારી હતી. સરેન્ડર કરતા પહેલા ફેસબુક લાઇવ કરીને બ્લાસ્ટ પાછળનું ચોંકાવનારુ કારણ જણાવ્યું હતું. તેનો દાવો હતો કે, ખ્રિસ્તી ધર્મના યહોવા સાથે જોડાયેલો છે. તેની વિચારધારા પસંદ નથી. યહોવા સંપ્રદાય દેશ માટે ખતરો હોવાનું તે માને છે. યહોવા સંપ્રદાયના લોકો યુવાનોના મનમાં ઝેર ભરી રહ્યા છે. જેથી તેમની પ્રાર્થના સભા દરમિયાન બોમ્બ ફોડ્યો હતો. જેથી આ બોમ્બ પ્લાન્ટ કર્યો અને તેની સંપુર્ણ જવાબદારી હું સ્વિકારુ છું. તેણે તેમ પણ કહ્યું કે, મને શોધવાની જરૂર નથી આ લાઇવ પુર્ણ થયા બાદ પોતે જ પોલીસ સમક્ષ હાજર થવા જઇ રહ્યો છે.

બ્લાસ્ટમાં ચાર IED નો ઉપયોગ

કોમ્યુનિટી કન્વેન્શન સેન્ટરમાં થયેલા વિસ્ફોટ માટે ચાર આઇઇડીનો ઉપયોગ થયો હતો. આઇઇડી લો ગ્રેડ વિસ્ફોટક તરીકે બનાવાયું હતું. આગ લાગે તે માટે પેટ્રોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફટાકડા ફોડવા માટે વપરાય તે ટેકનીકનો ઉપયોગ કરાયો હતો. આખા સભા સ્થળને બાળી નાખવાનું તેનું આયોજન હતું. પોલીસે તપાસમાં ઘટના સ્થળેથી બેટરી, વાયર, સર્કિટ અને મોબાઇલ ફોન પણ મળ્યા હતા. દરેક બોમ્બ માટે પ્લાસ્ટિકના પાઉચમાં 5 લિટર પેટ્રોલનો ઉપયોગ થયો હતો. આઇઇડી પેક કરવા માટે શણની થેલીનો ઉપયોગ થયો હતો. રેડિયો ફ્રિકવન્સી ડિવાઇસને વિસ્ફોટ વેગ આપવા માટે મદદ કરી હતી. ઇલેક્ટ્રિક ચાર્જિસ, સર્કિટ અને આઇઇડીને ટ્રિગર કરવા માટે મોબાઇલ કોલનો ઉપયોગ કરાયો હતો. આગ વધારે જ્વલનશીલ થાય તે માટે આઇઇડી ભરેલી શણની થેલીઓ કપડાથી ઢંકાયેલી ખુરશીઓ નીચે મુકાઇ હતી. આ સમય દરમિયાન પ્લાસ્ટિક ખુરશી દુર રાખી હતી. પ્લાસ્ટિકની ખુરશીથી દુર રખાઇ હતી જેના કારણે આગ ઓગળી જવાનો ખતરો હતો તેના કારણે જ્વાળાઓ બહાર આવતી નથી. વિસ્ફોટનો હેતુ સમગ્ર કન્વેન્શન સેન્ટરને બાળીને ખાખ કરવાનો પ્રયાસ કર્યો હતો.

બોમ્બ બનાવવાનું ક્યાંથી શીખ્યો?

પોલીસ ચોખ્ખુ કહે છે કે, આરોપી ડોમિનીક માર્ટિન ઇન્ટરનેટ પરથી બોંબ બનાવવાનું શીખ્યો હતો. એક બોંબ એક્સપર્ટની જેમ તેણે બોમ્બ બનાવ્યો પણ હતો અને તેનો હુમલો પણ આંશિક રીતે સફળ રહ્યો હતો. જો કે તેણે જે પ્રકારની ખુંવારી ઇચ્છી હતી તેવી ખુંવારી થઇ નહોતી.

ADVERTISEMENT

ડોમિનિક માર્ટિન કોણ છે?

ડોમિનિક માર્ટિન કોચીનો રહેવાસી છે. તેણે કહ્યું કે, તેણે ખ્રિસ્તી સમુદાયની મીટિંગ પાસે ત્રણ બોમ્બ પ્લાન્ટ કર્યા હતા. માર્ટિન પોતે એક સમયે ‘યહોવા વિટનેસ ક્રિશ્ચિયન’ સમુદાયની મીટિંગનો ભાગ હતો. જેના પર તેણે કથિત રીતે હુમલો કર્યો હતો. માર્ટિન અનુસાર, તે 16 વર્ષથી જેહોવાઝ વિટનેસ ક્રિશ્ચિયન ધાર્મિક સંસ્થાનો એક ભાગ છે. તેમને 6 વર્ષ પહેલા સમજાયું કે સંસ્થા યોગ્ય નથી. તેણે એમ પણ કહ્યું કે, તેણે સંસ્થાને તેના શિક્ષણને સુધારવા માટે વારંવાર કહ્યું હતું, પરંતુ તેઓ તેમ કરવા તૈયાર ન હતા. ડોમિનિકે આ પગલું ભર્યું કારણ કે તેને લાગે છે કે યહોવાહના સાક્ષીઓની ઉપદેશો ‘દેશદ્રોહી’ છે.

યહોવાહ સાક્ષી ખ્રિસ્તી સમુદાય શું છે?

તમને જણાવી દઈએ કે જેહોવાઝ વિટનેસ ક્રિશ્ચિયન ગ્રુપની સ્થાપના 19મી સદીમાં અમેરિકામાં થઈ હતી. આ સમુદાય 1985માં ચર્ચામાં આવ્યો જ્યારે તેને અનુસરતા ત્રણ બાળકોને કેરળમાં શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા. આ બાળકો પર કથિત રીતે રાષ્ટ્રગીત દરમિયાન મૌન રહીને તેનું અપમાન કરવાનો આરોપ છે. જોકે બાદમાં આ બાળકોને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી હતી.

ADVERTISEMENT

એજન્સીઓના અહેવાલો અનુસાર, આ સમુદાયને ઇન્ટરનેશનલ બાઇબલ સ્ટુડન્ટ્સ એસોસિએશનની શાખા ગણવામાં આવે છે. તેની સ્થાપના 1872 માં ચાર્લ્સ તાજ રસેલ દ્વારા પિટ્સબર્ગમાં કરવામાં આવી હતી. મુખ્ય પ્રવાહના ખ્રિસ્તી સંપ્રદાયોથી વિપરીત, યહોવાહના સાક્ષીઓ પવિત્ર ટ્રિનિટી (ઈશ્વર પિતા; ભગવાન પુત્ર-ઈસુ; ભગવાન પવિત્ર આત્મા) માં માનતા નથી. તેઓ યહોવાહને ‘બાઇબલના ઈશ્વર અને સર્વના સર્જનહાર’ ને માને છે. આ જૂથના અનુયાયીઓ ઈસુ ખ્રિસ્તને પણ ભગવાનના પુત્ર માને છે, પરંતુ ભગવાન નથી માનતા. તેઓ ઈસુ ખ્રિસ્તના ઉપદેશો અને તેમના દ્વારા સેટ કરેલા દાખલામાંથી શીખે છે, તેથી તેઓ પોતાને ખ્રિસ્તી માને છે.

ADVERTISEMENT

હાલમાં કેરળ પોલીસની સાથે નેશનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી (NIA) પણ આ સિરિયલ બ્લાસ્ટની તપાસ કરી રહી છે. ડોમિનિક માર્ટિન સંબંધિત તમામ એંગલની તપાસ કરવામાં આવી રહી છે.

    follow whatsapp

    ADVERTISEMENT