કોણ છે કામ્યા જાની? જેના જગન્નાથ મંદિરમાં પ્રવેશ મુદ્દે સર્જાયો વિવાદ, જાણો સમગ્ર મામલો

ADVERTISEMENT

gujarattak
social share
google news

who is kamiya jani: ફેમસ યુટ્યુબર કામ્યા જાનીના જગન્નાથ મંદિરના વીડિયો પર વિવાદ સર્જાયો છે. આ વિવાદ એટલો વધી ગયો છે કે ભારતીય જનતા પાર્ટી પણ તેમાં સામેલ થઈ ગઈ છે. ભાજપે કામ્યા જાનીની ધરપકડ કરવાની અને તેની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

શું છે સમગ્ર મામલો?

વાસ્તવમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં કામ્યા જાની, બીજેડી નેતા વી.કે પાંડિયનની સાથે જોવા મળી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો જગન્નાથ પુરીના મંદિરમાં શૂટ કરવામાં આવ્યો છે. આમાં કામ્યા જાની અને વીકે પાંડિયન પુરી મંદિર વિશે વાત કરી રહ્યા છે, તથા તેઓ જગ્નનાથજીનો ‘મહાપ્રસાદ’ લઈ રહ્યા છે.

ADVERTISEMENT

વી.કે પાંડિયન સામે પણ થવી જોઈએ કાર્યવાહી

વીડિયો વાયરલ થયા પછી ભાજપના ઓડિશા યુનિટે વાંધો ઉઠાવતા કહ્યું કે, કામ્યા જાની “બીફ મીટને પ્રમોટ કરવા માટે જાણીતી છે” અને તેને પુરીના પવિત્ર મંદિરમાં પ્રવેશવાની મંજૂરી કેવી રીતે મળી. આમાં કામ્યા જાનીનો સાથ આપનાર બીજેડી નેતા વી.કે પાંડિયનની સામે પણ કાર્યવાહી થવી જોઈએ.

કોણ છે કામ્યા જાની?

તમને જણાવી દઈએ કે, કામ્યા જાની એક ફેમસ યુટ્યુબર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર (Social Media Influencer )છે. યુટ્યુબ પર તેની ચેનલનું નામ કર્લી ટેલ્સ (curly.tales) છે. જેના લગભગ 2.77 મિલિયન સબસ્ક્રાઇબર્સ છે. કામ્યા જાનીના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે. કામિયા ફૂડ અને ટ્રાવેલ બ્લોગર છે. આ સિવાય તે કર્લી ટેલ્સ નામની સંસ્થાની ફાઉન્ડર અને સીઈઓ છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

35 દેશોનો પ્રવાસ કરી ચૂકી છે કામ્યા

તે 21 વર્ષની ઉંમરથી કામ કરી રહી છે. 24 વર્ષની ઉંમરે તેના લગ્ન થયા. લગ્નના 5 વર્ષ બાદ તે એક દીકરીની માતા બની હતી. અને અત્યાર સુધી તે 35થી વધુ દેશોનો પ્રવાસ કરી ચૂકી છે.

    follow whatsapp

    ADVERTISEMENT