ADANI ને માંડ બચાવ્યા ત્યાં અમેરિકાની બેંક ડુબતા ભારતની આ દિગ્ગજ કંપનીમાં લોચા

ADVERTISEMENT

gujarattak
social share
google news

US Banking Crisis: ભારતીય કંપની નઝારા ટેકની બે પેટાકંપની કિડોપિયા ઇન્ક અને મીડિયાવર્કઝ ઇન્કની $7.75 મિલિયન (આશરે રૂ. 64 કરોડ)ની રકમ સિલિકોન વેલી બેંકમાં ફસાયેલી છે. આ સમાચારને કારણે સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે કંપનીના શેરમાં શરૂઆતના વેપારમાં 7%નો ઘટાડો થયો હતો. અમેરિકામાં યુએસ બેન્કિંગ ક્રાઈસિસની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી નજીવા વધારા સાથે કારોબારની શરૂઆત કર્યા બાદ કડડભુસ થઇ ગયા હતા. BSE સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ લપસ્યો હતો. અમેરિકાથી આવેલા સમાચારે બજારમાં હલચલ મચાવી દીધી હતી. તો બીજી તરફ સિલિકોન વેલી બેંક પર લાગેલા તાળાને કારણે ભારતીય કંપની નઝારા ટેક્નોલોજીસમાં મોટી રકમ ફસાઈ ગઈ છે અને તેનો સ્ટોક પણ તૂટ્યો છે.

કંપનીની રૂ. 64 કરોડની રોકડા ફસાયા
હેલાથી જ આશંકા હતી કે સિલિકોન વેલી બેન્કના ડૂબવાની અસર ભારતીય સ્ટાર્ટઅપ પર જોવા મળી શકે છે. તેનું મુખ્ય કારણ એ છે કે SVB એ સ્ટાર્ટઅપ્સને ભંડોળ પૂરું પાડતી બેંક છે. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે સૌથી મોટી બેંક સિલિકોન વેલી બેંક (SVB) ની નાદારીએ રાતોરાત આ ક્ષેત્રમાં અનિશ્ચિતતા ઊભી કરી દીધી છે. નઝારા ટેક્નોલોજી કંપનીની બે સબસિડિયરી કંપનીઓની $7.75 મિલિયન (આશરે રૂ. 64 કરોડ)ની રકમ સિલિકોન વેલી બેંકમાં ફસાયેલી છે.

બજાર ખુલતાની સાથે જ 7% ટકાનો કડાકો
બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, નઝારા ટેક્નોલોજિસની પેટાકંપની કિડોપિયા ઇન્ક અને મીડિયાવર્કઝ ઇન્કની આ રકમ સિલિકોન વેલી બેંકમાં જમા છે. બેંક ડૂબવાની સાથે જ આ રકમ અટકી જવાના સમાચારની અસર કંપનીના શેર પર જોવા મળી હતી અને સોમવારે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે કંપનીના શેરમાં શરૂઆતી વેપારમાં 7 ટકાનો ઘટાડો થયો હતો. BSE પર લિસ્ટેડ કંપનીનો શેર 6.70 ટકા ઘટીને રૂ. 483.05ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. લિસ્ટિંગ ભાવથી 75% તૂટ્યો શેરની કિંમત ગેમિંગ અને સ્પોર્ટ્સ મીડિયા પ્લેટફોર્મ નઝારા ટેકનો શેર તેની બજાર સૂચિબદ્ધ કિંમત કરતાં લગભગ 75% ઘટી ગયો છે.

ADVERTISEMENT

કંપનીના IPO ને પણ મળી હતી મોટી સફળતા
કંપનીનો IPO માર્ચ 2021માં રજૂ કરવામાં આવ્યો હતો. તેની પ્રાઇસ બેન્ડ 1100-1101 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. જ્યારે, તેના શેર BSE પર રૂ.1971માં લિસ્ટેડ થયા હતા. તદનુસાર, લિસ્ટિંગ દિવસથી શેરની નવીનતમ કિંમત 75% થી વધુ ઘટી છે. બીજી બાજુ, જો શેરના 52-સપ્તાહના ઉચ્ચ સ્તર સાથે સરખામણી કરવામાં આવે તો, 11 માર્ચ, 2022 ના રોજ, તેની કિંમત 933.78 રૂપિયા હતી, જેનો અર્થ છે કે હવે કિંમત 46% ઘટી ગઈ છે. અમેરિકાની 16મી સૌથી મોટી બેંક સિલિકોન વેલી બેંક અમેરિકાની 16મી સૌથી મોટી બેંક છે. તે અમેરિકાની મુખ્ય બેંક છે જે નવા યુગની ટેક કંપનીઓ અને વેન્ચર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓને નાણાકીય સહાય પૂરી પાડે છે. જોકે, યુએસ ફેડરલ રિઝર્વે છેલ્લા 18 મહિનામાં વ્યાજદરમાં વધારો કર્યો છે. જેના કારણે આવી કંપનીઓને ભારે નુકસાન થયું છે. આ એક માત્ર બેંક નથી, પરંતુ અમેરિકાની બીજી મોટી સિગ્નેચર બેંક પણ બંધ થઈ ગઈ છે.

    follow whatsapp

    ADVERTISEMENT