WhatsApp સર્વર ડાઉન અંગે METAના પ્રવક્તાએ આપ્યું મોટુ નિવેદન, જાણો શું કહ્યું…
WhatsApp Down: ઈન્સ્ટન્ટ મેસેંજિંગ એપ્લિકેશન વ્હોટ્સએપની સેવાઓ મંગળવારે બપોરે ભારતમાં ઠપ થઈ ગઈ હતી. તેવામાં વ્હોટ્સએપ ચેટ અને ગ્રુપમાં આ સુવિધાઓ ડાઉન જોવા મળતા યૂઝર્સ…
ADVERTISEMENT
WhatsApp Down: ઈન્સ્ટન્ટ મેસેંજિંગ એપ્લિકેશન વ્હોટ્સએપની સેવાઓ મંગળવારે બપોરે ભારતમાં ઠપ થઈ ગઈ હતી. તેવામાં વ્હોટ્સએપ ચેટ અને ગ્રુપમાં આ સુવિધાઓ ડાઉન જોવા મળતા યૂઝર્સ અકળાયા હતા. આને જોતા મેટા કંપનીના પ્રવક્તાએ કહ્યું કે અમને આ અસુવિધા વિશે સંપૂર્ણ માહિતી છે અને એને સુધારવા માટે અમે ઉપાયો પણ શરૂ કરી દીધા છે. જેટલું જલદી થઈ શકે એટલું જલદી આ સુવિધાઓ શરૂ થઈ જશે. નોંધનીય છે કે અત્યારે લગભગ 2 કલાક સુધીના વિરામ પછી ફરીથી વ્હોટ્સ એપ શરૂ થઈ ગયું છે.
યૂઝર્સ ટ્વિટર પર એક્ટિવ થયા
સેવાઓ સસ્પેન્ડ થવાને કારણે યુઝર્સને વોટ્સએપ પર મેસેજ મોકલવામાં અને જોવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે બપોરે 12.30 વાગ્યાથી વોટ્સએપ સેવાઓ બંધ થઈ ગઈ હતી. સૌથી પહેલા તો વોટ્સએપ ગ્રુપ ચેટમાં મેસેજિંગમાં સમસ્યા હતી. પછીથી યુઝર્સ સામાન્ય ચેટમાંથી પણ મેસેજ મોકલી શકતા નહોતા. જોકે અત્યારે લગભગ 2 કલાકના અંતરાળ પછી સુવિધાઓ ફરીથી શરૂ કરી દેવાઈ છે.
#UPDATE | "We're aware that some people are currently having trouble sending messages and we're working to restore WhatsApp for everyone as quickly as possible," says Meta Company Spokesperson
— ANI (@ANI) October 25, 2022
ADVERTISEMENT
નિવેદન આપ્યાના થોડા સમયમાં વ્હોટ્સએપ શરૂ
વોટ્સએપ અને ફેસબુકની પેરેન્ટ કંપની મેટાના પ્રવક્તાએ યુઝર્સને પડી રહેલી આ સમસ્યા અંગે નિવેદન જાહેર કર્યું છે. કંપનીએ કહ્યું કે હાલમાં કેટલાક લોકોને મેસેજ મોકલવામાં મુશ્કેલી આવી રહી છે. અમે શક્ય તેટલી વહેલી તકે તમામ સેવાઓ પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહ્યા છીએ. તેમના આ નિવેદન પછી થોડા સમયગાળાની અંદર જ અત્યારે વ્હોટ્સએપ પહેલાની જેમ યોગ્ય રીતે કામ કરવા લાગ્યું છે.
ADVERTISEMENT