અબજોનો થઈ ચૂક્યો છે ખર્ચ, દુર્ઘટના બાદ હવે ઉત્તરાખંડની સિલ્ક્યારા ટનલનું શું થશે?

ADVERTISEMENT

gujarattak
social share
google news

સિલ્ક્યારા ટનલનું ભવિષ્ય હવે ઉચ્ચ સ્તરીય તપાસ ટીમના રિપોર્ટ પર નિર્ભર છે. વર્તમાન સમયમાં ટનલની અંદર માત્ર કાટમાળ જ ફસાયેલો નથી, પરંતુ મશીનરી અને અન્ય સાધનો અલગ-અલગ જગ્યાએ વિખરાયેલા પડ્યા છે. જેને જોતા હાલ કામગીરી રોકી દેવામાં આવી છે. કેન્દ્રની ઉચ્ચ સ્તરીય નિષ્ણાતોની તપાસ ટીમના આગમન બાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે.

જુલાઈમાં બનીને તૈયાર થવાની હતી ટનલ

ચારધામ યાત્રા માર્ગ પ્રોજેક્ટ હેઠળ યમુનોત્રી માર્ગ પર નિર્માણાધીન સાડા ચાર કિલોમીટર લાંબી સિલ્ક્યારા-બારકોટ ટનલના કામમાં પહેલેથી જ વિલંબ થઈ રહ્યો છે. આ ટનલ અગાઉ ગત જુલાઈમાં બનીને તૈયાર થવાની હતી, પરંતુ હજુ પણ આ ટનલ આર-પાર થવામાં હજુ પણ લગભગ ચારસો મીટરનું અંતર બાકી છે. આ વચ્ચે 12 નવેમ્બરના રોજ સર્જાયેલી દુર્ઘટના બાદ ટનલનું કામ ખરાબ રીતે પ્રભાવિત થઈ ગયું છે. ટનલ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 1383 કરોડ રૂપિયા છે.

કેન્દ્ર સરકાર મોકલી શકે છે ટીમ

સ્થિતિ એવી છે કે હવે સુરંગની અંદર લગભગ 55 મીટર કાટમાળ જમા થઈ ગયો છે, જેને નીચેથી સાફ કરવા પર વધુ કાટમાળ આવી રહ્યો છે. બીજી તરફ સુરંગની ઉપરથી અત્યારસુધીમાં 36 મીટરથી વધુ વર્ટિકલ ડ્રિલિંગ કરવામાં આવ્યું છે. આ કારણોસર આ છિદ્રનું શું કરવું જોઈએ તે પણ એક મોટો પ્રશ્ન છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી એક સપ્તાહની અંદર કેન્દ્ર સરકાર તપાસ કરવા માટે ઉચ્ચ સ્તરીય ટીમ મોકલી શકે છે.

ADVERTISEMENT

ભારત સરકાર લેશે અંતિમ નિર્ણય: CM ધામી

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે રાજ્યમાં નિર્માણાધીન તમામ ટનલની સમીક્ષા કરવામાં આવશે. તમામ ટનલમાં સુવિધાની સાથે સલામતીના માપદંડોનું પણ ધ્યાન રાખવામાં આવશે. જ્યાં સુધી સિલ્ક્યારા ટનલની વાત છે તો આના પર તપાસ બાદ જ નિર્ણય લેવામાં આવશે. આ અંગે અંતિમ નિર્ણય ભારત સરકારે લેવાનો છે.

    follow whatsapp

    ADVERTISEMENT