Dhanteras 2023: વરણી કે વાસણ, ધનતેરસના દિવસે શું ખરીદવું માનવામાં આવે છે ખૂબ જ શુભ? જાણી લો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Dhanteras 2023: ધનતેરસથી દિવાળીના તહેવારની શરૂઆત થાય છે. કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રિયોદશી તિથિએ ધનતેરસની તિથિ ઉજવવામાં આવે છે. આ વર્ષે 10 નવેમ્બર 2023, શુક્રવારે ધનતેરસની કરવામાં આવશે. ધનતેરસના દિવસે ખરીદી માટે ખૂબ જ શુભ હોય છે. એવી માન્યતા છે કે ધનતેરસ પર ખરીદેલી વસ્તુઓ સુખ-સમૃદ્ધિ આપે છે. સાથે જ લાંબા સમય સુધી રહે છે. સામાન્ય રીતે લોકો ધનતેરસના દિવસે સોનું-ચાંદી, વાસણો અને વાહનો જેવી મોંઘી વસ્તુઓ જ ખરીદે છે. પરંતુ આ સિવાય પણ ઘણી એવી સસ્તી વસ્તુઓ છે, જેને ધનતેરસના દિવસે ખરીદવાથી ખૂબ જ શુભ ફળ મળે છે.

ધનતેરસ પર ખરીદો આ વસ્તુઓ

– ધનતેરસના દિવસે સાવરણી ખરીદવી ખૂબ જ શુભ હોય છે. સાવરણીનો સંબંધ માતા લક્ષ્મીજી સાથે છે. ધનતેરસના દિવસે સાવરણી ખરીદીને તેની રોલી, અક્ષત અને ફૂલોથી પૂજા કરવાથી માં લક્ષ્મીજી પ્રસન્ન થાય છે.

– ધનતેરસના દિવસે ધાણાની ખરીદી કરવી પણ ખૂબ જ શુભ હોય છે. માં લક્ષ્મીની પૂજા કરીને તેમને પણ થોડા ધાણાના બીજ અર્પણ કરો. પૂજા પછી આ બીજને એક કુંડામાં વાવો. આમ કરવાથી વેપાર-ધંધામાં તેજી આવે છે અને ઘરમાં બરકત વધે છે.

ADVERTISEMENT

– ધનતેરસના દિવસે વાસણોની ખરીદી કરવી પણ ખૂબ જ શુભ હોય છે. ધ્યાન રાખો કે ધનતેરસના દિવસે પિત્તળના વાસણો ખરીદવા ખૂબ જ શુભ હોય છે. આ સિવાય તમે તાંબાના વાસણો પણ ખરીદી શકો છો, પરંતુ સ્ટીલ, પ્લાસ્ટિક કે કાચના વાસણો ન ખરીદો. આ વસ્તુઓ શનિ અને રાહુ સાથે સંબંધિત છે. ધનતેરસના દિવસે આ અશુભ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં નકારાત્મકતા આવે છે.

ધનતેરસ પર શા માટે ખરીદવામાં આવે છે વાસણ?

ધનતેરસ પર વાસણો ખરીદવાની પરંપરા સદીઓ ચાલી આવે છે. એવું માનવામાં આવે છે કે વાસણો ખરીદવાથી માં લક્ષ્મીજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. સાથે જ પૌરાણિક કથાઓ અનુસાર, કારતક કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ સમુદ્ર મંથનમાં ભગવાન ધન્વંતરી ધનથી ભરેલો કળશ લઈને પ્રકટ થયા હતા.ભગવાન ધન્વંતરીના હાથમાં પિત્તળનો કળશ હતો, તેથી આ દિવસે પિત્તળના વાસણો ખરીદવાની પરંપરા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT